Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૫૦૫
એક દિવસે ધન શેઠે પિતાના ધનના ભાગ પાડ્યા. કેટલેક ભાગ ધર્મકાર્યમાં ખપે. કેટલેક રેકડ ભાગ વેપાર માટે રાખે. ને આફતમાં કામ આવે તે માટે રને, સોનું, ચાંદી વગેરે જમીનમાં દાટ્યું. તેની યાદી કરીને યાદીને કાગળ સેનાના માદળિયામાં બંધ કરી પિતાના ગળામાં તે રાખ્યું.
ધકેલી વેપારમાં પાવરધો થયે એટલે તે બીજા વેપારી સાથે દેશપરદેશ વેપાર માટે જવા લાગ્યા. ધનવાન ધનકેલીને માલ બીજા વેપારીઓ કરતાં વધારે આવતે જતો. તેનાં વાહન ચાલવાથી તેની ધૂળ આકાશ સુધી પહોંચતી, તેથી તેના સાથીદારે ધકેલીને બદલે ગગનલી કહેવા લાગ્યા. તે ગગન ધૂલી તે હું” કહેતાં તે અટક ને ક્ષણપછી આગળ કહેવા લાગ્યું, “મહારાજ ! મારા બાપની ઈચ્છાથી મેં કૌશામ્બી પુરીના ચંદ્ર નામના શેઠની પુત્રી રૂક્ષ્મણિ સાથે ધામધૂમથી લગ્ન કર્યા ને તેની સાથે મારા દિવસે આનંદમાં જવા લાગ્યા. પણ માણસનું મન હંમેશાં નવાની શોધમાં હોય છે. ને એ નવું શોધતા હું કામલતા વેશ્યાના ફેંદામાં ફસાયે. મારા સમયની–ધનની બરબાદી કરવા લાગે. મારાં ઘરડાં માબાપ મને વખતોવખત ઘેર બેલાવતાં, પણ હું કામલતાને છોડી જતે નહિ. પરિણામે મારાં માબાપ મારા વિયેગમાં ગૂરી ઝૂરીને દુઃખી થઈને મરી ગયાં. છતાંય હું ઘેર ન ગયે. મારા બાપના મરણ સમયે મારી સ્ત્રીએ મારા બાપના ગળામાં રહેતું સેનાનું માદળિયું કાઢી લીધું હતું ને તે પિતાના હાથે બાંધતી.