Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૯૭
મારાં લગ્ન કરશે એટલે હું મારા સાસરે જઈશ. ત્યાં મારા પતિને છેતરી મારા મનગમતા પુરુષ સાથે પ્રીત જેડી મનગમતે આનંદ કરીશ.”
જુદા જુદા વિચારની બે બાળાઓના શબ્દો સાંભળી મહારાજા વિચારવશ થયા. ને સ્ત્રીવર્ગની પ્રશંસા કરતા તેમની કપટલોલાના વિચાર કરવા લાગ્યા. કેટલાય વખત વિચારમાં ગુમાવ્યા પછી સૌભાગ્યસુંદરી સાથે પરણું તેની પરીક્ષા કરવા નિર્ણય કર્યો ને મહેલે ગયા.
સવાર થતાં દેવદર્શન પૂજાપાઠ વગેરે કર્મો પતાવી પિતાના વિશ્વાસુ સેવકને બોલાવી મનની વાત કહેતાં કહ્યું,
તમે સૌભાગ્યસુંદરીના બાપને હમણુને હમણાં બોલાવી લાવો.” કહેતા મહારાજાએ અનુમાનથી તેના ઘરને રસ્તે
બતા.
મહારાજાની આજ્ઞા થતાં સેવકે મહારાજાએ બતાવેલ રસ્તે જઈ સૌભાગ્યસુંદરીનું મકાન શોધી કાઢ્યું અને તેના બાપને મહારાજા પાસે આવવા જણાવ્યું. આ શબ્દોએ સૌભાગ્યસુંદરીના બાપને ગભરાવ્યું. પણ સેવકના આગ્રહ આગળ તેનું કાંઇ ચાલ્યું નહિ. તે મહારાજ પાસે સેવકે સાથે આવ્યું. નમન કરી બેલ્યા, “સેવકને શું આજ્ઞા છે? સેવક હાજર છે.”
તમારી પુત્રીનું નામ સૌભાગ્યસુંદરી છે ને શેઠજી!” મહારાજાએ પૂછયું.
૩૨