Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
ને કહેવા લાગ્યું, “એ તે અત્યારે પૃથ્વીનું રક્ષણ કરનાર કોટવાળ છે એમ કહે છે.
દ્વારપાળના શબ્દ સાંભળી બળીરાજ વિચારમાં પડી ગયા. કેટલીક ક્ષણે વિચારમાં ગુમાવ્યા પછી મનમાં બોલે. “વિકમાદિત્ય તે નહિ હોય?”
મનમાં બેલતા બળીરાજાએ કૃષ્ણ દ્વારપાળને કહ્યું, “આ કાવ્ય તેને સંભળાવ અને તેને તે શું જવાબ આપે છે તે સાંભળી પાછો આવ.”
કૃષ્ણ દ્વારપાળે મહારાજા વિક્રમ પાસે આવી. બળીરાજાએ કહેલ કાવ્ય સંભળાવ્યું તેમાં “ધર્મરાજા, રાવણ, હનુમાન, કાર્તિકેય અથવ્રા મહારાજા આમાંથી કેણ મારા મહાલયના દરવાજે આવેલ છે. તે અર્થ રહેલ હતે.
એ કાવ્ય સાંભળી વિક્રમે કહ્યું, “હું રાજા છું, મંડલિક છું, રામનો ભક્ત છું, કુમાર કહો કે રાજા અથવા પૃથ્વીને કટવાલ છું”
મહારાજા વિક્રમે આપેલ જવાબ સંભાળી દ્વારપાળ બળીરાજા પાસે આવ્યું, ને કહેલે જવાબ કહ્યો, આ સાંભળતાં જ “મહાલયના દ્વારે મહારાજા વિક્રમ આવેલ છે. તે નિશ્ચય થયે, તેથી માન સાથે તેમને અંદર લાવવા બળીરાજાએ દ્વારપાળને કહ્યું, આજ્ઞાને અમલ થયે. માન સાથે મહારાજા વિક્રમને મહાલયમાં પ્રવેશ કરાવ્યું. મહારાજા વિક્રમને પિતાની તરફ આવતા જોતાં જ બળીરાજા