Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૯૭
“શાને ઉત્સવ છે?” મહારાજાએ પૂછયું.
સાંભળે” કહેતાં તેણે કહેવા માંડ્યું. “આ શેઠને ત્યાં આજ સુધી કાંઈ કરું ન હતું. પ્રભુભક્તિ અને ધર્મના પ્રભાવથી તેમને મને રથ સિદ્ધ થયે છે. શેઠને ત્યાં પુત્રજન્મ થયે છે. પુત્ર જન્મે કાલે છ દિવસ થશે. તે કારણથી આજ ઉત્સવ ઉજવવામાં આવે છે. કાલે અહીં છઠ્ઠીનું જાગરણ થશે. નવા જન્મેલા બાળકનું ભાવી લખવા, કર્મફળઅધિષ્ઠાત્રી વિધાતા અહીં આવશે.”
મહારાજા આ સાંભળી પિતાના મુકામે ગયા. ને. વિધાતાને જેવા, તે કેણ છે, અને શું લખે છે તે જાણવા મન સાથે નિર્ણય કર્યો.
બીજે દિવસે કરેલા નિર્ણય પ્રમાણે સંધ્યાકાળે કાળા કપડાં પહેરી અદશ્ય થઈ મહારાજા વિક્રમ ધનદ શેઠને ત્યાં આવ્યા. ને એકાંતમાં ગુપ્ત રૂપમાં રહ્યા.
રાત ધીમે ધીમે આગળ વધવા લાગી, ને કર્મઅધિષ્ઠાત્રી દેવી વિધાતા આવી. તેણે શેઠના પુત્રના લલાટમાં લખવા માંડયું. વિધાતા જ્યારે લખી રહી અને પાછી જવા લાગી ત્યારે મહારાજાએ હાથ પકડીને તેને આગળ વધતા અટકાવી પૂછયું, “તે આ બાળકના ભાગ્યમાં શું લખ્યું ?'
તમે એ પૂછનારા કેણ?” વિધાતાએ સામે. પ્રશ્ન પૂછે.