Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૮૨
“ચિંતા ન કરે.” ધનદ શેઠે કહ્યું, “મહારાજ, એ ચિંતા કરવી નકામી છે. હું તમારા માને છાજે તે સત્કાર કરવા માટે કરવું જોઈતું ખર્ચ કરતાં પાછી પાની નહિ જ કરું. તે જરૂરથી તમે સહકુટુંબ, પરિવાર લાવલશ્કર લઈ ચિત્રપુર આવે.”
સારું. મહારાજાએ કહ્યું, “તમારી ઈચ્છા છે, તે જરૂર હું બધાને લઈ ચિત્રપુર આવીશ. હવે તમે જાવ અને લગ્નની તૈયારી કરવા માંડે.”
જરૂર આવજે.” કહી ધનદે ચૈત્રપુર તરફ જવા માંડ્યું. ચિત્રપુર જઈ મહારાજા વિક્રમના આવવાના રસ્તામાં ભજન, વિશ્રામસ્થાન વગેરેની સુંદર વ્યવસ્થા કરવા માંડી.
“મહારાજા વિક્રમ બધા સાથે ચૈત્રપુર તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે ધનદ શેઠે રસ્તામાં કરેલી વ્યવસ્થા જોઈ ઘણા પ્રસન્ન થયા.
મહારાજા વિક્રમ ચેપુર પાસે આવી પહોંચ્યા છે તે સમાચાર ધનદને મળ્યા તે સાથે જ મહારાજાને સત્કારવા તે તૈયાર થશે. સત્કાર માટે થતો ખર્ચ ઈચૈત્રપુરવાસીઓ અજાયબીમાં ડૂબી ગયા. શેઠની ઉદારતાની પ્રશંસા કરવા લાગ્યા.
ધનદ શેઠ મહારાજાને સત્કારવા ચાલ્યું. મહારાજા તેમજ લાવલશ્કરને જોતાં ચંદ્રના ઉદયથી કુમુદિની વિકસે તેમ ધનદ શેઠનું હદય આનંદસાગરમાં સ્નાન કરવા લાગ્યું. તેણે મહારાજા તેમજ તેમની સાથેના માણસોને મિષ્ટાન્ન,