Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
..
૪૭૯
અતિથિને જોતાં તેમના સારા જેવા સત્કાર કર્યાં. ભેાજન વગેરે
કરાવ્યું. પછી વાતે ચઢયા. વાત કરતા કરતા શેઠે મહારાજાને પૂછ્યું, “તમે કાણુ છે ? કયાંના રહેવાસી છે ? તમારુ નામ શું છે ? ”
શેઠના પ્રશ્નોના જવાબ આપતા મહારાજાએ કહ્યું, “ શેડજી, હુ* અવ ́તીના રહેવાસી છું. મારુ' નામ વિક્રમ છે. દેશા જોવા નીકળ્યા ને ફરતા ફરતા અહી
આન્યો છું.”
સમય જતા-વાતે પૂરી કરતા મહારાજાને ધનદ શેઠે કહ્યું, “મારા દીકરાનાં લગ્નપ્રસંગે તમે જરૂર આવજો હાં.” “તમે મને ખેલાવશે તે જરૂર તમારાં પુત્રનાં લગ્ન પ્રસગે આવીશ.” કહી મહારાજા ત્યાંથી ચાલતા થયા.
કેટલાય દેશે અને દૃશ્યા જોઇ મહારાજા કેટલેય વખતે અવંતી પાછા ફર્યા ને રાજકાજ સ ંભાળવા લાગ્યા.
ચૈત્રપુરમાં ધનદ શેઠને છોકરા લાલનપાલન કરાતા મેટો થવા લાગ્યે. ચેાગ્ય ઉંમરના થતાં તેને વિદ્વાન પડિતને ત્યાં ભણવા માકલ્યા. તે બેંકરા ગુરુ જે ભણાવતા તે સારી રીતે ગ્રહણ કરતા.
ઘેાડા જ સમયમાં ધર્મધ્યાન, જપ. તપ, દયા, પરેશપકારાદિ સત્કર્મો કરી સદગતિ કરાવનારી વિદ્યા પ્રાપ્ત કરી, તેમજ ન્યાયનીતિથી જીવનનિર્વાહ કરી શકાય તે માટેની પણ વિદ્યા શિખ્યું.