Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૫૬
આ સાંભળી ગુરુ કર્કશ અવાજે બોલ્યા, “વધારે થી શું કરવા લા ? ચેરી રૂપી પા૫ વૃક્ષનું ફળ આ સંસારમાં વધ-ફાંસી, બંધન-કારાવાસ છે અને પરભવમાં નર્કની વેદનાઓ છે, માટે પાછે પગલે જઈ વધારાનું ઘી આપી આવ.”
ગુરુની આજ્ઞા સાંભળતાં જ શિષ્ય ઘી લઈ શાહુકારની દુકાને પાછો આવ્યે ને વધારાનું ઘી પાછું લેવા આગ્રહ કરવા લાગે. આ જોઈ વિક્રમાદિત્ય નિર્લોભી ગુરુની મનમાં પ્રશંસા કરતા, શિષ્યની પાછળ પાછળ ચાલ્યા. આશ્રમમાં પહોંચતાં જ ગુરુને નમસ્કાર કરી પોતાની પાસેનાં પાંચ રત્ન તેમની સમક્ષ મૂકી પ્રાર્થના કરતાં કહ્યું, “હે મહાત્મા ! હું દેશાટન કરવા નીકળે છું. આપની કીર્તિની સુવાસથી આકર્ષાઈ અહીં આવ્યું છું. આ રત્ન સાથે દેશાટન કરવું ભયકારક થઈ પડ્યું છે, તેથી રત્નને આપની પાસે રાખો. વિદ્વાને કહે છે, જ્યાં મનુષ્યમાં સુંદર આકૃતિ-રૂપ છે ત્યાં ગુણ અવશ્ય હોય છે જ, અને જ્યાં ધન હોય છે, ત્યાં ભય જરૂર હોય છે? તેથી જ આ રને અહીં મૂકી જવા ચાહું છું, તે કૃપા કરી તે આપની પાસે રાખે. મને નિર્ભય બનાવે.”
મહારાજાના શબ્દો સાંભળી તાપસે મેઢેથી ન બોલતાં હાથથી ઈશારે કરતાં કહ્યું, “ધનને દેખવાની વાત તે દૂર રહી પણ અમે તેને સ્પર્શ પણ કરતા નથી, કારણ કે સાધુ માટે દ્રવ્ય