Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
- કરચંડી” શબ્દ સમજાયે નહિ. તે શબ્દનો અર્થ શોધવા પિતાના જ્ઞાન સમુદ્રમાં ડૂબકી મારી પણું અર્થ જડે નહિ, તેથી તે પોતાની જાત પર ગુસ્સે થઈ મનમાં બોલ્યા, “આ એક ગોવાળે કહે “કરચંડી” શબ્દ મને સમજાતું નથી તે વ્યાકરણ શાસ્ત્ર ભણ્યાને અર્થ શું?”
પંડિતને વિચારવશ થયેલા જોઈ ગોવાળ બે, શું દૂધથી તરસ શાંત થાય તે તને ગમતું નથી? ચૂપ કેમ છે? જલદીથી મારી જેમ બે હાથ ભેગા કરી કરચંડી વાસણ બનાવ, એટલે હું ગાયને દેહી તને દૂધ પાઉં.” કહેતા ગોવાળે બે હાથ ભેગા કરી કરચંડી બનાવી. વેદગભે તેનું અનુકરણ કરીને ગાની પાસે બેઠા. ગેવાળે પ્રેમથી દૂધ પાયું. વેદગર્ભની તરસ મટી સાથે જ ગોવાળની ચતુરાઈને વિચાર આવ્યું ને મનમાં બોલ્યા, “આગેવાળ જ પ્રિયંગુમંજરી માટે એગ્ય છે, અને સાથે લઈ જઈ રાજકુમારી સાથે લગ્ન કરાવતાં મારી મનેચ્છા પૂર્ણ થશે.”
તેમણે પિતાની મનેચ્છા પૂર્ણ કરવા વાળને આડુંઅવળું સમજાવી પિતાની સાથે લીધું. પિતાને ત્યાં છ માસ જેટલે સમય તેને રાખી સ્નાન કેમ કરવું, કપડાં કેમ અપહેરવાં, સુંદર, શુદ્ધ અને મધુર ભાષામાં કેમ બેલવું તેમજ બ્રાહ્મણની રીત પ્રમાણે “સ્વસ્તિ” શબ્દથી આશીર્વાદ કેમ આપ, રાજસભામાં કેમ વર્તવું વગેરે જ્ઞાન આપ્યું. ગોવાળ અરાબર તૈયાર થઈ ગયે ત્યારે એક દિવસે વેદગર્ભ તેને સભામાં લઈને આવ્યું. ત્યાં સિંહાસન પર બેઠેલા મહારાજાને