Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪પ૦
ગોવાળે પ્રિયંગુમંજરીને અત્યાગ્રહથી તે ગ્રંથ લીધે અને રાજકુમારીના ગયા પછી પિતાના નખથી કેટલેક ઠેકાણે અક્ષરો ઉપરના કાના–માત્ર કોતરી નાખ્યા. પરિણામે તે ગ્રંથ અશુદ્ધ થઈ ગયે.
રાજકુમારીના હાથમાં જ્યારે તે ગ્રંથ પાછા આવ્યજોયે ત્યારે તેનાં દુઃખને પાર ન રહ્યો. તે બોલી, “આ તે કઈ મૂખ છે, શું વેદગર્ભને શાપ સાચો થયે ?”
મનથી દુઃખી થતી રાજકુમારીએ પિતાના પતિનું કુળ જાણવા વિચાર્યું. તે તેને ચિત્રશાળામાં લઈ આવી, જ્યાં પશુ પંખી વગેરેનાં ચિત્ર હતાં. ગાય અને ભેંસો ચરાવતા ગોવાળનાં ચિત્ર હતાં. પાણી ભરતી પનિહારીઓ ચિત્રમાં હતી. બાગમાં રમતા બાળકે હતા. રાજા, શઠ, વેપારીઓથી શેભતી રાજસભા હતી. ચોર લૂંટારાઓનાં પણ ચિત્રો હતાં.
ગેવાળ જ્યારે આ ચિત્ર જોઈ રહ્યો હતો, ત્યારે રાજકુમારી એક ઠેકાણે સંતાઈ ગઈ. શેવાળ ચિત્રો જેતે જોતા આગળ વધે ને ભેંસ ચરાવતા ગેવાળના ચિત્ર પાસે આવી અટક.
એ ચિત્ર જોતાં ગોવાળ આનંદમાં આવી છે. ભાન ભૂલી ગયે ને , “ડિઉ, ડિ૬.”
પિતાના પતિના મોઢામાંથી “ડિG” શબ્દ નીકળતાં પિતાને પતિ ગોવાળ છે,” તેમ રાજકુમારી સમજી ગઈ.