Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પ્રકરણ ચાલીસમું . .. .. .. મંત્રી મતિસાર
મહારાજા વિક્રમાદિત્યે નાગદમનીને કહ્યું, “હે નાગદમની, મને ત્રીજું કાર્ય બતાવે, જે હું સત્વરે પૂરું કરું.” જવાબમાં નાગદમનીએ કહ્યું, “હે રાજન, તમારા મંત્રી મતિસારને સહકુટુંબ દેશનિકાલ કરે.”
મહારાજા વિક્રમના એ મંત્રી મતિસારને સંસ્કાર વિદ્વાન સેમ, ચંદ્ર અને ધનનામના ત્રણ પુત્ર હતા. આ છોકરાઓનાં લગ્ન શ્રીમંત કુટુંબની કન્યાઓ સાથે કરવામાં આવ્યાં હતાં. ત્રણે વહુઓમાં નાની ઘણી હોંશિયાર હતી, વળી તે પક્ષી એની બેલી પણ જાણતી હતી. માણસ પૂર્ણ ભાગ્યશાળી હોય ત્યારે જ તેને સુપુત્ર, ન્યાયથી મેળવેલ ધન અને સંસ્કારી પુત્રવધૂ મળે છે. - એનાની વહુએક દિવસે સંધ્યાકાળે ઝરૂખામાં ઊભી હતી, તેવામાં એકાએક તેના કાને શિયાળને શબ્દ પડે. તેમાં તેના નિરપરાધી સસરાને છ મહિના પછી દેશ પર કરવામાં આવશે તેવું સૂચન હતું. આગાહી સાંભળતાં તે વિચારવશ થઈ “જાગે તે જીવે, આળસમાં રહે તે દુઃખી થાય.”