SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ચાલીસમું . .. .. .. મંત્રી મતિસાર મહારાજા વિક્રમાદિત્યે નાગદમનીને કહ્યું, “હે નાગદમની, મને ત્રીજું કાર્ય બતાવે, જે હું સત્વરે પૂરું કરું.” જવાબમાં નાગદમનીએ કહ્યું, “હે રાજન, તમારા મંત્રી મતિસારને સહકુટુંબ દેશનિકાલ કરે.” મહારાજા વિક્રમના એ મંત્રી મતિસારને સંસ્કાર વિદ્વાન સેમ, ચંદ્ર અને ધનનામના ત્રણ પુત્ર હતા. આ છોકરાઓનાં લગ્ન શ્રીમંત કુટુંબની કન્યાઓ સાથે કરવામાં આવ્યાં હતાં. ત્રણે વહુઓમાં નાની ઘણી હોંશિયાર હતી, વળી તે પક્ષી એની બેલી પણ જાણતી હતી. માણસ પૂર્ણ ભાગ્યશાળી હોય ત્યારે જ તેને સુપુત્ર, ન્યાયથી મેળવેલ ધન અને સંસ્કારી પુત્રવધૂ મળે છે. - એનાની વહુએક દિવસે સંધ્યાકાળે ઝરૂખામાં ઊભી હતી, તેવામાં એકાએક તેના કાને શિયાળને શબ્દ પડે. તેમાં તેના નિરપરાધી સસરાને છ મહિના પછી દેશ પર કરવામાં આવશે તેવું સૂચન હતું. આગાહી સાંભળતાં તે વિચારવશ થઈ “જાગે તે જીવે, આળસમાં રહે તે દુઃખી થાય.”
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy