Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૬પ લેક પૂરે થયો ને કુમારીએ, મંગેલ પાણીને રાજકુમારના મસ્તકે કમળદંડથી છંટકાવ કર્યો ત્યારે તે “વિ-સે-મિ-રા વિ-સે-મિ-ર ભૂલી સેમિ-રો સે-મિ-ર શબ્દો જ બેલો રહ્યો.
પ્રધાનપુત્રીની મંત્રાક્ષરી વાણીની ચમત્કારિક અસરના મંગળ આરત્યે સહુને મ પર મંગળ ભાવિની સુરખી લહેરાવી દીધી.
પ્રધાનપુત્રીએ બીજે બ્લેક શરૂ કર્યો.
સેતુના પુણ્યદર્શને સંગમે સ્નાન કાર્યથી મિત્રઘાતી વિના સર્વે છૂટે છે પાપ માત્રથી.
સે-મિ-રર સે-મિ-રા’ બોલતે રાજકુમાર ફરી અવાક બની ઊંડા વિચારમાં ડૂબી ગયેલ હોય તેવું બની રહ્યો, લેકનું પુનઃ રટણ કરી પ્રધાનપુત્રીએ તેના મસ્તક પર કમળદંડથી વિશુદ્ધ જળને છંટકાવ કર્યો. ત્યારે તેની જીભ પરથી સેમિ-રાને પ્રથમાક્ષર સે પણ લુપ્ત થઈ ગયે. હવે તે બોલતો હતો. માત્ર “મિરા “
મિરા” રાજકુમારને “મિરા મરા બોલતે સાંભળી સહુ કેઈન મેં પર આનંદની ઝલક છવાઈ ગઈ મનમાં ને મનમાં સહુ કોઈ પ્રધાનપુત્રીની શક્તિ પર પ્રશંસાની પુષ્પવૃષ્ટિ કરી રહ્યા.
પ્રધાનપુત્રીએ શ્વેકેચ્ચાર આગળ ચલાવ્યા