Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૪૦૦
પર્વત પરનું દ્રશ્ય જેવા રાતના ગે હતું, એટલે ઉજાગરા થયે, તેથી અત્યારે બગાસાં આવે છે.
ઈંદ્રની સભામાં એક નર્તક-સુંદર રૂપધારી નૃત્ય કરતે હતે. તે ભમરાને જોઈ મૂંઝાઈ ગયે.” કહેતા વિક્રમે ફૂલની માળા બતાવી. એ માળા જેમાં દેવદમની ઝાંખી પડી ગઈને પહેલી બાજી હારી ગઈ
મહારાજા વિકમે રમત જારી રાખી. રમતાં રમતાં પાનનું બીડું દેવદમનને બતાવ્યું. તે સાથે જ તે તેજારહિત થઈ ગઈ. બીજી બાજી પણ હારી ગઈ, વિક્રમે આગળ રમતાં ઝાંઝર બતાવ્યું. દેવદમની વ્યાકુળ થઈ ગઈ અને ત્રીજી બાજુ પણ હારી ગઈ
મહારાજા વિક્રમે દેવદમનીને ત્રણવાર હરાવી, તેની જાણ તેની માતા નાગદમનીને કરવામાં આવી એટલે તે ત્યાં આવી. મહારાજાએ તેને તેનું કહેલું પૂરું કરવા કહ્યું ને નાગદમનીએ મહારાજા વિક્રમ સાથે દેવદમનીનાં લગ્ન ધામધૂમથી કર્યા.
પવનવેગે આ સમાચાર નગરમાં ફેલાઈ ગયા.
મહારાજાની આજ્ઞાથી મંત્રીઓએ નગરીને આસોપાલવ ધજા, પતાકા અને તેણેથી શણગારી, નૃત્ય-ગીત સાથે ઉત્સવ ઉજવાઈ રહ્યો. પ્રજા આનંદસાગરમાં સ્નાન કરવા લાગી. મહારાજાએ છુટ્ટે હાથે યાચકને દાન આપ્યાં. ચૌદિશ મહારાજા વિકમની યશગાથા ગવાવા લાગી.