Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૦૭
સુપ્રસિધ્ધ થયું.” બેલતા સૂરીશ્વરજી અટક્યા ત્યારે વિકમે પૂછ્યું, “ગુરુદેવ, શ્રી પુંડરિકગિરિને બદલે શત્રુંજય નામ કેમ પડયું ? તે કહેવા મારા ઉપર કૃપા કરશે.”
“રાજનવિકમ પર દષ્ટિ સ્થિર કરતાં ગુરુદેવ બોલ્યા, “રાજા શુકરાજે બાહ્ય અને આંતરિક શત્રઓને નાશ કર્યો ત્યારથી તેનું નામ શત્રુંજય પડ્યું.”
“ગુરુદેવ,” ઘણી જ નમ્રતાથી વિક્રેમે પૂછયું, “એ શુકરાજ કોણ હતા ?”
“રાજનું,” સૂરીશ્વરજી બોલ્યા, “તમારે શુકરાજ કેણ હતું તે જાણવું છે, તે સાંભળો.” કહેતાં સૂરીશ્વરજીએ શુકરાજનું કથાનક કહેવા માંડ્યું, “પહેલાં ક્ષિતિપ્રતિષ્ઠિત કરીને એક નગર હતું, તેના પર મૃગધ્વજ રાજા રાજ કરતે હતો. એક દહાડો જ્યારે તે રાજા રાજસભામાં બેઠો હતે ત્યારે ત્યાં ઉદ્યાનપાલકે આવી વસંત ઋતુનું વર્ણન કર્યું, તે સાંભળતાં રાજાનું મન આકર્ષાયું ને તે સપરિવાર ઉંધાનમાં ગયે, ત્યાં આવેલી વાવમાં જળક્રિડા કરી, પછી ઉદ્યાનની શેભા જોતાં જોતાં એક ઘટાદાર આંબાના વૃક્ષ નીચે બેડાં, તે વખતે રાજાની દૃષ્ટિ પિતાની રાણીઓ પર પડી ને મનમાં વિચાર આવ્યું, “આવી સ્વરૂપવાન રાણીઓ બીજાને કદી મળી શકે નહિ. ઠેકાણે ઠેકાણે કલ્પનાઓ ન હોય !”
રાજાની વિચારમાળા આગળ વધે તે પહેલાં એ ઝાડ ઉપર બેઠેલા પિપટે મનુષ્યની ભાષામાં કહ્યું, “પ્રત્યેક માનવી