Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૫૭
આનંદ અનુભવ્યું. ને અરિમર્દન સાથે પિતાની પુત્રી સૌભા ગ્યવતીનું લગ્ન શુભ મુહૂર્તમાં કર્યું. તે પછી મહીની સહાયતાથી તેઓ રત્નપુર પહોંચ્યાં. મહીએ કરેલી સેવાથી પ્રસન્ન થઈ રાજાએ ચાર મણિ તેને આપ્યા ને પિતાના નગર તરફ ચાલ્યાં. રાજ્ય-રાણી આવતાંનગર શણગારવામાં આવ્યું, અને પ્રજાએ બહુ જ હર્ષથી રાજા-રાણીને નગરપ્રવેશ કરાવ્યું.
દિવસે જતાં સૌભાગ્યવતીને ગર્ભ રહ્યો. ત્યારે તેને દેવપૂજા વગેરે શુભેચ્છાઓ થવા લાગી. રાજા તે ઈચ્છાઓ પૂરી કરતે. યોગ્ય સમયે રાણીએ પુત્રને જન્મ આપ્યું. જન્મ મહોત્સવ ઉજવી રાજાએ તેનું નામ મેઘનાદ પાડ્યું.
વયે વધતા મેઘનાદકુમારને ચંદ્રપુરના રાજાની પુત્રી મેઘવતી સાથે પરણાવવામાં આવ્યું. પછી તે પતિ-પત્ની અને કુટુંબીજને ભગવાન શ્રી આદિનાથને વંદનનમન કરવા ગયાં. ભગવાનની મૂર્તિ જોતાં જ તે બંને જણાં મૂઈિત થયાં. તેમને જાગૃત કરવા બધાએ ઘણાય યત્નો કર્યા. ત્યારે તે જાગૃત તે થયાં, પણ બોલતાં ન હતાં. તેવામાં નગરના ઉદ્યાનમાં જગતના અને બોધ આપતા શ્રી ગુણસૂરીજી ત્યાં પધાર્યા. આ સમાચાર મળતાં રાજા સપરિવાર વાંદવા ગયે. સૂરિજીએ ધર્મનું સ્વરૂપ સમજાવતાં બધી રીતે ધર્મ મહાન છે તે સમજાવ્યું. ધર્મોપદેશ પૂરો થતાં રાજાએ પોતાના પુત્ર તેમજ પુત્રવધુ કેમ બોલતાં નથી તે પૂછ્યું, ત્યારે સૂરિજીએ કહ્યું, “તે વાત સાંભળતાં જ તેઓ ગૃહત્યાગ કરી સંસારસમુદ્રથી તરી જવા ચારિત્ર ધારણ કરશે.”