Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૫૫
સેના સાથે ક્યા હેતુથી નીકળ્યા છે?' જવાબમાં અરિમર્દને કહ્યું, “ભવસાગરથી છૂટવા શ્રી જિનેશ્વર દેવેની યાત્રા કરવા નીકળે છું. તીર્થમાગની ધૂળને સ્પર્શમાત્ર થતાં માનવ નિષ્પાપ થઈ જાય છે, તે તીર્થ સ્થાનોમાં ભ્રમણ કરવાથી ભવભ્રમણ દૂર થઈ જાય છે.”
રાજાનાં ધર્મયુક્ત વાક્ય સાંભળી રત્નકેતુ પ્રસન્ન થયા ને તે ધર્માત્માને પિતાને ત્યાં ભોજન કરવા આવવા આગ્રહ કરવા લાગ્યું, ત્યારે તેણે કહ્યું, “નગરમાં આવશે નહિ. કારણ, હું સ્ત્રીમુખ જ નથી, જોવાઈ જાય તે મારો પ્રાણ જાય માટે ભેજન સારુ આગ્રહ કરશે નહિ.”
તેમ નહિ બને, નગરમાં સ્ત્રી જાતને પોતાના ઘરમાં રહેવા સૂચન કરવામાં આવશે. અને અંતઃપુરમાં પણ તેવી જ વ્યવસ્થા કરવામાં આવશે.”
રાજને શબ્દો સાંભળી અરિમર્દને જમવા માટે હા પાડી. ને રત્નકેતુએ પિતાના શબ્દોનું પાલન કરતાં ઉત્તમ પ્રકારની રસોઈ બનાવી. રસોઈ થતાં જ તે અરિમર્દનને પિતાને ત્યાં તેડી લાવ્યું. ને પુરુષષિણી રાજકન્યાના મહાલય પાસે રહેલા ભેજનમંડપમાં અરિમર્દનને બેસાડ્યો. ભેજનકાર્ય પત્યા પછી રાજકન્યાના મહાલયમાં વિશ્રાન્તિ લેવા માટે રત્નકેત અરિમર્દનને લાવ્યું. પછી પૂછયું, “તમે સ્ત્રીનું મોટું કેમ જેતા નથી?' જવાબમાં અરિમર્દને કહ્યું, “મારા ગત જન્મમાં એવું બન્યું છે, તેથી મને સ્ત્રી જાત પ્રત્યે તિરસ્કાર રહે છે.”