Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
શુભ મુહૂર્ત સંઘે પ્રયાણ કર્યું. તેમાં ચૌદ રાજા હતા, સિત્તેર લાખ શુદ્ધ શ્રાવક કુટુંબ હતાં, શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી આદિ કિયાકલાપમાં કુશળ અને સગુણ એવા પાંચ જૈનાચાર્યો પિતાના પરિવાર સાથે હતા. છ હજાર નવસો સુવર્ણના શ્રેષ્ઠ દેવાલયે, ત્રણસો ચાંદીના દેવા, પાંચ હાથીદાંતના દેવાલય, અને અઢારસે કાણનાં દેવાલ હતાં, બે લાખ નવસે રથ, અઢાર લાખ ઘેડા, છ હજાર હાથી, ખચ્ચર, ઊંટ, બળદ અને જનસંખ્યા ગણી ગણાય તેમ ન હતી.
આ સંધ એક ગામથી બીજે ગામ જતે આખરે શત્રુંજય ગિરિરાજ લગભગ થયે. પરમ પાવન ગિરિરાજનાં દર્શન થતાં જ સંઘમાં આનંદવર્ષા થઈ બધાંએ તે દિવસને ધન્ય મા. ગિરિરાજની તળેટીમાં સંઘ આ ત્યારે યાચકને ઘણાં ઘણું દાન આપવામાં આવ્યાં. પછી શ્રી જિનેશ્વરદેવને પ્રણામ કરવા સંઘ ગિરિરાજ પર ચઢ. ત્યાં સ્નાત્ર, પૂજા, વિજારોપણ આદિ શુભ કાર્યો ભકિતપૂર્વક કરી પ્રભુની સ્તુતિ કરી સૌએ જીવન કૃતાર્થ કર્યું. તે પછી રાજા વિકેમે કેટલાક ચૈત્યને કેટલેક ભાગ ખંડિત થયેલે જોઈ ગુરુદેવને પૂછ્યું, “શું આ પ્રાસાદ પડી જ જશે?” ત્યારે ગુરુદેવે કહ્યું, “રાજન , નામના માટે શ્રી જિનેશ્વર દેવેન નવિન મંદિર બંધાવવા કરતાં જીર્ણ મંદિરોને જર્ણોદ્ધાર કરાવવાથી નવિન મંદિર બંધાવવાથી જે પુણ્ય મળે છે તેનાથી આઠગણું વધુ પુણ્ય મળે છે. જીર્ણોદ્ધાર