Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૦૬
વાંદવા જોઈએ, જેથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. તે તીર્થ ધિરાજના અજાણે સ્પર્શ માત્રથી પણ અતીવ પુણ્ય મળે છે, તે જાણીને ભાવથી સ્પર્શ કરવાથી કેટલું પુણ્ય મળે? તીર્થયાત્રા નિમિત્ત તીર્થાધિરાજ તરફ ડગલાં ભરતાં અનેક જન્મના પાપ નાશ પામે છે. શ્રી તીર્થાધિરાજનાં દર્શન અને સ્પર્શથી મુક્તિ પ્રાપ્ત થાય છે. અરે, એ તીર્થાધિરાજ પર વસનાર સર્પો, સિંહો વગેરે હિંસક પ્રાણીઓ ભગવાનનાં દર્શન કરી પરંપરાએ સિદ્ધ થઈ ગયા, થાય છે અને થશે.
અડસઠ તીર્થોની યાત્રા કરતાં જે ફળ મળે તે ફળ માત્ર ભગવાન શ્રી આદિનાથનાં દર્શનથી મળે છે. જે શુદ્ધ ભાવનાથી ગિરિરાજ શત્રુંજયને સ્પર્શે છે, ગિરનાર તીર્થને નમસ્કાર કરે છે, અને ગજપદકુંડના જલથી સ્નાન કરે છે તે ફરીથી સંસારમાં જન્મતે નથી એમ અનેક શાસ્ત્રોમાં કહ્યું છે. અહીં પાંચ ક્રોડ મુનિઓ સાથે શ્રી પુંડરિક ગણધર ભગવંતે અનશન કરી મુક્તિ મેળવી, તેથી એ તીર્થરાજને શ્રી પુંડરિકગિરિ પણ કહેવાય છે. આ જ ગિરિરાજ પર શ્રી ભરત ચક્રવર્તીના પુત્ર સૂર્યપશાથી સગર ચક્રવતી સુધીના શ્રી કષભદેવનાં વંશજ અસંખ્ય રાજાએ મુક્તિને વર્યા. ત્રણ કરેડ મુનિઓ સાથે દશરથપુત્ર શ્રી રામચંદ્રજી અને ભરતજી એકાણું લાખ મુનિએ સાથે, શ્રી નારદજીની અને વિસ કરેડ મુનિ સાથે, પાંડેની એ નિર્વાણ ભૂમિ છે. એ ભૂમિનાં વખાણ એક જહાવાળો માણસ શું કરી શકે? એ જ પુંડરિકગિરિનું નામ સમયના વધવા સાથે શ્રી શત્રુંજ્ય