Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
उ२३
એ રાતના જ્યારે સમુદ્રમાં જળતરંગ ઉછળી રહ્યા હતા, ત્યારે એકાએક શ્રીદત્ત બે, “સ્ત, જે, જે, આઠ મેંઢાવાળે મગર વહાણ નીચે જઈ રહ્યો છે.” શ્રીદત્તના શબ્દ સાંભળતા શંખદત્ત જેવા આવ્યું, ત્યારે શ્રીદત્તે તેને સમુદ્રમાં ફેંકી દીધે ને બૂમ પાડતે રડવાને ટૅગ કરતે આંસુ વહેવડાવવા લાગ્યો. ત્યારે નાવમાં રહેલા બધા તેને સમજાવવા લાગ્યા. કેટલી મુશ્કેલીએ તે શાંત થયે ને મુસાફરી આગળ વધી. તેઓ સુવર્ણ કુલ નગરે આવી પહોંચ્યા. શ્રીદર ત્યાંના રાજાને નજરાણું કર્યું. પછી નાવમાંથી સામાન બહાર કાઢયે. વેચવા જેવું હતું તે વેચ્યું. પછી કન્યા સાથે લગ્ન કરવા મુહુર્ત જેવડાવ્યું. ને તે ગયે રાજસભામાં. ત્યાં તેને સૌંદર્ય સામ્રાજ્ઞી સ્ત્રીને જોઈ નવાઈ પામે. તે કેણ છે તે પૂછતાં જવાબ મળે, “એ તે રાજાની માનીતી સ્વર્ણરેખા છે. તેને પચાસ સેનામહોર માનપૂર્વક આપનાર તેની સાથે એક વખત બોલી શકે છે.”
શ્રીદત્તનું હૃદય તેની સાથે બેલવા અધિરું થયું. તેણે પચાસ સોનામહેરે આપી તેને પોતાની સાથેની કન્યા સાથે રથમાં બેસાડી એકાંત સ્થળ તરફ જવા માંડ્યું, તે વનમાં આવ્યાં ને કન્યા અને સવર્ણરેખા સાથે તે ઘટાદાર વૃક્ષ નીચે બેઠે, તેવામાં કેટલીક વાનરીઓ સાથે એક વાર ત્યાં આ એટલે શ્રીદત્ત તેને જેતે બોલ્યા, “આ બધી શું, વાનરની સ્ત્રીઓ હશે ? ” જવાબમાં સ્વર્ણરેખા બેલી, વાનરને વળી મા બેન કેવી ? વાનર જેવા વિવેકહીન કયારેક મનુષ્ય શું નથી હોતા?”