Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૫ર
ને મંત્રીએ બ્રાહ્મણનું રૂપ લીધું. પછી બંને જણે નગરમાં ફરતાં ફરતાં રાજસભામાં આવ્યાં ને રાજાને આશીર્વાદ આપે. એટલે રાજાએ પૂછયું, “તમે કેણ છે? કયાંથી અને કઈ ઈચ્છાથી આવ્યાં છે?”
“મહારાજ, હું બહુ દૂર દેશથી તમારા નગરની શેભાનુ વર્ણન સાંભળી આવ્યો છું. પણ આ કન્યા મારી. સાથે હોવાથી મારાથી નગરભ્રમણ થઈ શકતું નથી હું નગર ભ્રમણ કરું ત્યાં સુધી આ કન્યા તમારે ત્યાં રામો એવી મારી ઈચ્છા છે.”
“ઠીક.” કહેતા રાજાએ તે કન્યાને પિતાની કુંવરી પાસે મેકલી. બ્રાહ્મણ ત્યાંથી નગર જેવા ગયે.
કન્યાસ્વરૂપમાં રહેલા રાજા અરિમર્દને રાજકુમારીને મીઠા શબ્દોથી વશ કરી લીધી. રાજકુમારીને પળ પણ તેના વગર ચેન પડતું ન હતું, વાત વાતમાં અરિમર્દને તે પુરુષની કેમ ધ્રણ કરે છે તે પૂછયું. જવાબમાં રાજકુમારીએ કહ્યું, “સ!િ અત્યારે પૂર્વેના ભવમાં હું ચકલી હતી. મેં મારા પતિ ચકલાને પ્રસવકાળ નજીક આવતાં એક વખતે કહ્યું, અત્યારે આપણે માળો બાંધી લેવું જોઈએ. પણ ચકલાએ સાંભળ્યું નહિ. ત્યારે મેં ઘણા કટે માળો બાંધે. તેવામાં એકાએક જંગલમાં દવ લાગે. મેં મારા પતિ ચક્લાને પાણી લાવી માળાને છાંટવા કહ્યું, પણ તેણે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. છેવટે મેં પાણી લાવી છાંટવા વિચાર કર્યો તેટલામાં એ દવમાં હું બળી ગઈ. ચકલે કયાંય ઊડી ગયે