Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
મન સાથે કાંઇક નિશ્ચય કરી ગુરુ પાસેથી સમ્યકત્વ મૂળ દ્વાદશત્રત ભાવ ઉલ્લાસ સાથે ગ્રહણ કર્યું. અંતરે પણ ગુરુદેવની વાણીથી પૂર્વ જન્મની સ્ત્રીના અનુરાગને ત્યાગ કર્યો. બધાએ એકબીજાની ક્ષમા માગી વૈરની સમાપ્તિ કરી.
સ્વર્ણરેખાએ વેશ્યાધર્મને ત્યાગ કર્યો ને શ્રીજિનેશ્વર દેવે ફરમાવેલા ધર્મને સમજી તે ધર્મ આચરવા લાગી. શ્રીદત્ત અને શંખદત્ત પવિત્ર બુદ્ધિવાળા થયા ને ધર્મમાર્ગે આગળ વધ્યા. જૈન ધર્મને સ્વીકાર કરી પિતાપિતાને સ્થાને ગયા. પછી શ્રીદત્તે શંખદત્તને અડધું દ્રવ્ય અને કન્યા આપી સંસારથી તરવા દીક્ષા લઈ તપ કરતાં વિહાર કરવા લાગે, તારૂપી અગ્નિથી શ્રદત્ત કને નાશ કર્યો છે તે જ હું શ્રીદત્ત.”
કેવળી ભગવંતે કહ્યું, “હું સંસારના પ્રાણીઓનું હિત કરવા અહીં આવ્યો છું. મેં કર્મવશ થઈ માતા અને પુત્રી પર પ્રેમ કર્યો” બોલતા તે શાંત થયા. ક્ષણ પછી શુકરાજને ઉદ્દેશી બોલ્યા, “આ સંસાર એક વિચિત્ર નાટક છે. તેમાં ભ્રમણ કરતા જે કેટલીયવાર એકબીજાનાં માતા-પિતા વગેરે સંબંધી થાય છે. તેથી બુદ્ધિમાને લેકવ્યવહારને ત્યાગ કરવું જોઈએ નહિ.”
ગુરુ ભગવાનના આ શબ્દ સાંભળી શકરાજ પિતાના માતાપિતાને બોલાવવા લાગ્યા. આ જોઈ મૃગધ્વજ રાજાએ શ્રીદત્ત કેવળ ભગવંતને ધન્યવાદ આપ્યા ને કહ્યું, “આપ