Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૧૩
જોઈને રાજાએ હાથ લાંબો કરી કહ્યું, “પેલા દુઃખદાયી ઝાડથી તે દૂર જ રહેવું જોઈએ.” આ શબ્દ તેને મેઢામાંથી નીકળ્યા તે સાથે જ એ ઝાડ નીચેથી રાજાના કાને દેવતાઈ દુદંભી નાદ આવતે સંભળ. તેણે એક જણને પૂછયું, - આ અવાજ શાને છે?' જવાબમાં તેણે કહ્યું, “એ વૃક્ષ નીચે તપોધ્યાનમાં લીન શ્રીદત્ત મુનીશ્વરને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે. દેવે જ્ઞાનેન્સવ ઉજવી રહ્યા છે.” આ સાંભળી રાણ બેલી, “ચાલ, આપણે તે મુનીશ્વરનાં દર્શન કરી પુત્ર કેવી રીતે બેલશે તે પૂછીએ.”
હા ચાલે.” રાજાએ કહ્યું ને બધાં મુનીશ્વર પાસે આવ્યાં. ભક્તિભાવપૂર્વક નમ્યાં શ્રીદત્ત કેવલી ભગવાને ઉપદેશ આપે. તે પછી રાજાએ પૂછ્યું, “આ પુત્ર મૂંગે કેમ થઈ ગયે છે? જવાબ આપતાં કેવલી ભગવાન બોલ્યા, “માનવ પાપપુણ્યથી સુખદુઃખ ભેગવે છે.” કહેતા ભગવાને કહ્યું, “તમારે આ પુત્ર હમણાં જ બોલશે. ગભરાવ નહિ.” કહેતા ભગવાને શકરાજ સામે દષ્ટિ સ્થિર કરી કહ્યું. “શુકરાજ, વિધિપૂર્વક મને વંદના કરે.'
આ આજ્ઞા સાંભળતાં જ શકરાજે ઊભા થઈ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “અણુ જાણહ પસાઉ કરી.”
કેવલી ભગવાને કહ્યું. “દ૨૭” એટલે રાજકુમાર બે, ઈચ્છામિ ખમાસમણ વંદિ, જાવરણ જાએ નિસાહિઆએ મથએ વંદામિ આમ બેલતા અને ભક્તિપૂર્વક વંદન કરતા