Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૩૦૮
પેાતાને માટે પોતાના મનમાં ગવ કરે છે.' પોપટના આ શબ્દોથી રાજાના વિચારમાં ભંગ પડયા. તે બબડયા, આ પોપટે મને શરમાળ્યા. તે મારા મનની વાત શી રીતે જાણી શકયેા હશે? શું કાગનું બેસવુ અને ડાળનું પડવું એવું એકાએક તેા નહિં બન્યું હોય ?'
કૃપમ`ડુક જેવુ
‘ રાજન,’ પોપટ ફરીથી એલ્યે, શું કરે છે? ’
આ શબ્દોથી પોપટ મનની વાત જાણી ગયા છે, તેવું રાજાએ માન્યુ', છતાંય મનમાં ઘર કરી બેઠેલા ગ ખસ્યા નહિ, ત્યારે પોપટ ખેલ્યા, રાજન, રૂપ જોવુ હાય તા ચાલ મારી સાથે.’ ખેાલતા પાટ ઊડયા. રાજાએ તરત જ બધાંને નગરમાં મેકલી ઘેાડા મંગાવી તેના પર બેસી રૂપ જોવા પેાપટની પાછળ જવા માંડયું, ઊડતા ઊડતા પોપટ ઘણે દૂર નીકળી ગયા અને ભર જગલમાં શ્રી આદિનાથના પ્રાસાદ આવતાં અટકયા. રાજાએ પણ ઘેાડો થભાળ્યો. એટલે પોપટે રાજાને ભગવાનને નમસ્કાર કરવાનું કહ્યું, રાજાએ ઘેાડા પર બેઠા બેટ્ઠા નમસ્કાર કર્યાં. ત્યારે પાટે પ્રાસાદમાં જઈ સ્તુતિ કરવા માંડી, રાજા પશુ ઘેાડા પરથી ઉતરી મ`દિરમાં જઈ ભગવાન સમક્ષ સ્તુતિ કરવા લાગ્યા. તેમના અવાજ પાસે જ આશ્રમ બાંધી રહેતા ગાંગલિ ઋષિના કાને પડ્યે, તે ત્યાં આળ્યા, ભગવાનની સ્તુતિ કરી કહ્યું, “મૃગધ્વજ રાજા, મારા આશ્રમમાં પધારી શોભામાં અભિવૃદ્ધિ કરો.”
અજાણ્યા ઋષિને મઢે પેાતાનું નામ સાંભળતાં રાજ