Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૨૯૬
સેવકોએ તેને નાશ કરવા ઘણા ઘા કર્યાં પણ તેના
શરીર પર કાંઈ અસર થઈ નહિ. આ ઈ રાજા નવાઈ પામ્યા. અને વિચારવા લાગ્યો, આ સ્ત્રી વ્યંતરી, કિન્નરી અથવા ૮ દેવી હાવી જોઈ એ. કારણ કે જેતે મનુષ્ય હોત તે આ પ્રમાણે ઘા કરતાં તે મરી જાત. તેથી માનવું જ રહ્યું, તે કિન્નરી અથવા દેવી છે. અત્યારે મારાથી દેવીની આશાતના થઇ છે. મારા જેવા અધમ આ પાપોમાંથી કેવી રીતે છૂટશે ?’
રાજાને ધર્મદ્રષ્ટિથી વિચારતા જોઈ ચડાલિનીતરત જ અત્યંત પ્રકાશિત આભૂષણોયુક્ત દેવીનું રૂપ પ્રગટ કરી રાજા સામે ઊભી રહી.
ચાંડાલિનીને દેવી રૂપમાં જોતાં રાજાએ પૂછ્યુ’, ‘ તમે કાણુ છે ? અને અહીં... કેમ આવ્યાં છે ? ’
રાજાના પ્રશ્નના જવાબમાં તેણે પોતાનો ગત જન્મને વૃતાંત કહેતાં કહ્યું, ‘હે રાજન્ ! મેં તમને પાપ કર્મ કરતાં અટકાવવા જ આ ચાંડાલિનીનું રૂપ ધારણ કર્યું હતું.'
"
હે દેવી !' રાજા આલ્યે, ૮ મે અજ્ઞાનને વશ થઈ અનેક પાપો કર્યાં છે અને તેથી ઘણાં કષ્ટદાયક નરકમાં હું પડીશ, તમે સ્વગ વગેરે સુખ આપનાર જીવદયા રૂપ ધ આદર્યો અને સ્વ સુખે ભેળવી દેવીનું સ્વરૂપ પ્રાપ્ત કર્યું.’ કહી રાજાએ ભવિષ્યમાં વ્યસનેા નહિં કરવા પ્રતિજ્ઞા કરી, ત્યારે દેવીએ કહ્યું. ‘તમે ધમમાં દૃઢ થઈ જીવદયાનું પાલન કરો.’