Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
- ૩૦૨ નગરકો રાજમાર્ગ પરથી જતા આવતા બંધ થઈ ગયા હતા. રાજમાર્ગ શાંત થઈ ગયા હતા, ત્યારે મહારાજા વિક્રમાદિત્ય ફરતા ફરતા કૃષ્ણ નામના બ્રાહ્મણના ઘર પાસે આવ્યા. તેવામાં એકાએક સાંઢ અને ભેંસ કયાંકથી ત્યાં આવી પહોંચ્યા. ને લઢવા લાગ્યાં. દૈવયોગે મહારાજા સંકટમાં ફસાઈ ગયા. તેવામાં એકાએક બ્રાહ્મણની ઊંઘ ઊડી ગઈ ને આકાશ તરફ જોયું. તે બે દુષ્ટ ગ્રહ દેખાયા. તે જોઈ તેણે પિતાની પત્નીને કહ્યું, “હે પ્રિય! ઉતાવળે ઊઠે. અને દીવે સળગાવે. કારણ આજ આપણા મહારાજા ભયંકર સંકટમાં ફસાઈ ગયા છે. તેથી શાંતિ માટે મારે બલિદાન આપવું
પડશે.”
પતિના શબ્દો સાંભળી બ્રાહ્મણ કહેવા લાગી, “હે પ્રિય ! ઘરમાં સાત કન્યાઓ પરણવા લાયક થઈ ગઈ છે. ઘરમાં ખાવા માટે એક ટંક ચાલે એટલી વસ્તુઓ નથી. ન તે ઘરમાં દૂધ છે, ન તે મગ વગેરે છે. ખીચડીમાં પાપડ જેમ વેગળ રહે છે તેમ અવંતીમાં આ બ્રાહ્મણ ગરીબ રહી ગયું છે. નહિ જેવું ધાન્ય પણ ઘરમાં નથી. વધારે શું કહું? આજે શાકમાં નાખવા મીઠું પણ નથી. અને આપણા રાજા કીર્તિસ્તંભ બંધાવી રહ્યા છે.
રાજાને પિતાની પ્રજા અન્ન અને વસ્ત્ર વગર દુઃખી થઈ રહી છે તેની ખબર નથી. દુનિયામાં દરિદ્ર બધાને