Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૨૮૪
પુત્રીએ ઉમ્મરલાયક થતાં પૈસાના અભાવે તેમનાં લગ્ન થતાં ન હતાં, તેથી તે વણિક બીજાને ત્યાં નાકરી કરવા લાગ્યા.
લક્ષ્મીના પ્રભાવથી ચાતુર્ય તેમજ યુવાવસ્થાના પ્રભાવથી વિલાસ વગેરે જીવ શીખે છે, તે જ પ્રમાણે દરિદ્રતા ગુલામીને શીખવે છે.
કુત્સિત ગામમાં રહેવું, કુત્સિત રાજાની સેવા, નિ’દ્વિત ભાજન, હંમેશાં ક્રોધભરી રહેતી આકૃતિવાળી સ્ત્રી, કન્યાનુ વધારે પ્રમાણ અને ગરીબી આ છ માણુસ માટે મૃત્યુલોકમાં નરક જેવું દુઃખ આપનાર છે.
જેને ત્યાં કન્યાના જન્મ થાય છે, તેને ત્યાં શેક થાય છે. જેમ કન્યા મેાટી થાય છે તેમ ચિંતા પણ વધતી જાય છે. તેના વિવાહ થતાં ખરૂપી દંડ આપવા પડે છે, તેથી આ જગતમાં કન્યાના બાપ થવું તે ત્રાસદાયક છે. જેને ત્યાં પેાતાના ઘરનુ શાષણ કરનારી, બીજાના ઘરને શોભાવનારી કંકાસ અને કલંકરૂપ કન્યા ન જન્મી તેજસુખી છે.
કમલ વિણકે ઘણી મુશ્કેલીએ ત્રણ કન્યાનાં લગ્ન કર્યાં. એક દિવસે નિર્મળ મનથી તે વાણિયે ધમેŕપદેશ સાંભ ળવા ગુરુમહારાજ પાસે ગયા. ગુરુમહારાજે કહ્યું : ‘સર્વ જ્ઞ ભગવંતની શક્તિ, તેમને કહેલા સિદ્ધાંતમાં શ્રદ્ધા, અને સાધુ પુરુષનુ પૂજન આ મનુષ્યજન્મનું ઉત્તમ ફળ છે. મુનિએ