Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૨૦૪
તે સાંભળી આનંદકુમારે કહ્યું, “તમે મનથી દુઃખી ન થાવ, અહીં રહેતાં તમને તમારી કન્યા મળી જશે.”
તે પછી બીજે દિવસે મહારાજા વિક્રમાદિત્યને પુત્ર વિક્રમચરિત્રને આત્મહત્યા કરતે જોઈ સેવકે તેને આનંદકુમાર પાસે લઈ ગયા.
આનંદકુમાર પાસે વિકમચરિત્ર આવ્યા, ત્યારે આનંદકુમારે પૂછયું, “તમે શા માટે આત્મહત્યા કરે છે ?”
જવાબમાં વિક્રમચરિત્રે કહ્યું, શુભમતી કન્યાના અપહરણથી હું શરમને માર્યો અવંતી જઈ શકતું નથી. હું ત્યાં જાઉ તે મને માનભંગ થયેલે જોઈ બધા હસશે.”
આનંદકુમારે ધર્મદેવને સમજ હતું તેમ વિકમચરિત્રને સમજાવ્યો ને પછી કહ્યું, “તમે જરાય દુઃખી ન થશે. તમને અહીંયા જ એ રાજકન્યા મળી જશે.”
આનંદકુમાર વિક્રમચરિત્રને સમજાવી મનથી આનંદ પામતે પિતાને સ્થાને ગયે.
બીજે દિવસે બધાને ભેગા કરી–તેમને લઈ આનંદકુમાર રાજા પાસે ગયે ને મધુર વાણીથી બોલ્યા, “હે રાજન ! તમે તમારું બોલેલું પાળે, જેઓ ધર્મવાળાં વચને બોલે છે તે પહેલાં પૂરેપૂરે વિચાર કરી બેલે છે.” કહી ધર્મધ્વજ સાથે તેની પુત્રી પરણાવવા કહ્યું. રાજાએ આનંદકુમારના કહેવા પ્રમાણે પિતાની પુત્રી ધર્મવજ સાથે પરણાવી. તે પછી