Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
રર૯
વિક્રમચરિત્રે જવા કહ્યું એટલે પ્રપંચી મદત્ત તેના પગે પડી દુઃખી થતું હોય તે દેખાવ કરી ત્યાંથી ચાલ્યા ગયે.
ફળરહિત વૃક્ષને પક્ષીઓ ત્યાગ કરે છે, જળ વગરના સરેવરને સાર ત્યાગ કરે છે, વાસી ફૂલેને ભમરાઓ ત્યાગ કરે છે, સળગી ગયેલાં વનને મુગલાંઓ ત્યાગ કરે છે, નિર્ધનને વેશ્યાઓ ત્યાગ કરે છે, રાજ્યભ્રષ્ટ રાજાને સેવકે ત્યાગ કરે છે, તેમ સ્વાર્થી માનવ સ્વાર્થ માટે જ પ્રેમ કરે છે. આ સંસારમાં કઈ કેઈનું નથી.
સેમદત્તના ચાલ્યા જવાથી વિક્રમચરિત્રજંગલમાં એકલે પડી ગયે. તે સરોવર આગળથી ઊઠી ધીરે ધીરે આગળ ચાલવા લાગે. ભૂખ તરસથી તેનું શરીર શિથિલ થઈ ગયું હતું, છતાં પણ તે નિર્ભયપણે ચાલતું હતું. ચાલતા ચાલતા એક ઝાડ નીચે બેઠે ને વિચારવા લાગ્યું, “અહીં કેઈ હિંસક પ્રાણી આવી મને મારી નાખે તે સારું “વિચારતે તે પિતાના આપ અને પત્નીને યાદ કરતે પ્રભુનું સ્મરણ કરતે સૂઈ ગયે.