Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પ્રકરણ ઓગણત્રીસમુ... સમુદ્રમાં પહલુ, ઘેર પહેાંચવુ
એક દિવસે વૈદ્યરાજ વિક્રમચરિત્ર સમુદ્રતટે ક્રીડા કરી રહ્યો હતા, તે સમયે તેણે અત્યંત વ્યાકુળતા અનુભવતા, એક લાકડાને પકડી તેના આધારે તરતા કેાઇએક માણસને સમુદ્રમાં જોચે.
તે માણસને જોતાં વિક્રમચરિત્રનું હૃદય દયાથી છલકાઈ ગયું. તેણે પેાતાના સેવકાને કહ્યું, “જાવ, પેલા તણા આવતા માણસને બહાર કાઢે.”
વિક્રમચરિત્રના મેાઢામાંથી આ શબ્દો નીકળતાં જ સેવક સમુદ્રમાં કૂદી પડયા ને તે માણસને બહાર લાખ્યા, પછી તેની સારવાર કરી તેને સચેત કર્યા.
નીચ વૃત્તિવાળા સંકટ સમયે આ મારો છે કે પરાયા છે'ના વિચાર કરે છે ? પરરંતુ ઉદાર ચરિત માટે તે સમસ્ત જગતનાં માનવા પેાતાના કુટુંબી હાય છે, સજ્જન મનુષ્ય વિપત્તિમાં આવી પડેલાને જોઈ સૌજન્ય બતાવે છે. ઉનાળામાં માનવાને શીતળ છાયા આપવા વૃક્ષ નવપલ્લવિત થાય છે. સજ્જન વ્યક્તિ નાળિયેરની જેમ બહારથી કઠોર ભ્રૂણ