Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૧૬૭
જિનેશ્વરને નમસ્કાર કર્યા “નમુત્થણું” ઈત્યાદિ પ્રાકૃત તેત્રથી નમસ્કાર કરતા આવા મહાન વિદ્વાન સૂરીશ્વરજીને જોઈ સંસારીઓ હસ્યા, અને બોલ્યા, “કેટલાય દિવસોર્થી કેટલાય શાસ્ત્રોને અભ્યાસ કર્યો, છતાં પ્રાકૃત તેથી આપણું જેમ જ અરિહંત ભગવાનની પ્રાર્થના કેમ કરે છે?” - લેકેના આ શબ્દો સાંભળ સૂરીશ્વરજી શરમાયા, ને તે નગરથી વિહાર કરી પ્રતિષ્ઠાનપુરમાં આવ્યા. ત્યાં પિતાના ગુરુ જૈનાચાર્ય શ્રી વૃધ્ધવાદિસૂરીશ્વરજીને વિનય નમસ્કાર કરી. બે હાથ જોડી પૂછયું, “હે ગુરુદેવ પ્રાકૃત ભાષામાં વંદનાદિક સૂત્ર છે, તે વિકાનની આગળ શેભાસ્પદ નથી. તે આપશ્રી આજ્ઞા આપો તે તે સૂત્રને હું સંસ્કૃતમાં રચું”
હે મહાભાગ!” પરમ કૃપાળુ ગુરુદેવે ફરમાવ્યું.. ગૌતમાદિ ગણધર ભગવંતે જે ચૌદ પૂર્વાદિ બધા શાસ્ત્રોમાં પારાંગતા હતા, તેઓ શું વંદનાદિ સત્રને સંસ્કૃતમાં રચી શકતા ન હતા? તેમણે બધાના ભલા માટે પ્રાકૃતમાં સૂત્ર રચ્યાં છે, તેથી તમે આ પ્રમાણે બેલીને પ્રાચીન જ્ઞાની પુરુષની આશાતના કરી મહાપાપ બાધ્યું છે, અશુભ કર્મ ઉપાર્જન કર્યું છે, તે પાપથી તમારી દુર્ગતિ થશે. તમે આ વખતે સિદ્ધાન્તની આશાતના કરી છે, તેથી તમારે સંસારમાં ઘણું જ ભ્રમણ કરવું પડશે.”
પિતાને ગુરુદેવના મુખમાંથી નીકળેલા શબ્દો સાંભળી શ્રી સિધ્ધસેન દિવાકરસૂરીશ્વરજીએ કહ્યું, “અજ્ઞાનને વશ થઈ