Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
આવ્યાં છે. અને જગાએ જગાએ સારા સારા નર્તકે જુદી જુદી જાતનાં નૃત્ય કરે છે. અને અત્યારે તે માટેનાં વાજિંત્ર વાગે છે.” | વિક્રમચરિત્રે લક્ષ્મીને કહ્યું, “હે બહેન! તે રાજકન્યા સાથે મારો મેળાપ આજ કરાવી દે. નહિ તે હું મરી જઈશ.”
વિક્રમચરિત્રનું કહેવું સાંભળી લક્ષ્મી કહેવા લાગી, “એ તે રાજકન્યા છે. હું તમને કેવી રીતે ભેગાં કરી શકું? કેમકે રાજા મહાબળે રાજપુત્ર ધર્મધ્વજને તે કન્યા આપી દીધી છે. જ્યારે પાણી વહી જાય ત્યારે પાળ બાંધવાથી યે લાભ ? માણસ જ્યારે મરી જાય
ત્યારે ઔષધ આપવાથી શું લાભ? માથું મુંડાવી સિન્યાસી થઈ ગયા પછી મુહૂર્ત પૂછવું તે નકામું છે. જે વસ્તુ હાથથી ચાલી ગઈ તેને માટે શેક કરે વૃથા છે. જાન આવી ગઈ છે. આજ લગ્નને દિવસ છે તેથી તમારી આશા પૂર્ણ થઈ શકે તેમ નથી.”
લક્ષમીના આ શબ્દ સાંભળી વિક્રમચરિત્ર એકાએક તલવાર કાઢી પિતાની છાતીમાં ઘેચવા તૈયાર થયે, ત્યાં તે લક્ષ્મીએ તેને હાથ પકડી લીધે ને કહ્યું, “હું તમારી ઈચ્છા પૂર્ણ કરવા યત્ન કરીશ. તમે શાંત થાવ. શેક ન કરે.”
લકમીએ વિક્રમચરિત્રને આમ આશ્વાસન આપી કાંઈક વિચાર કરી તે રાજકન્યાની માતા પાસે ગઈ અને