Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૧૮૯
સિંહના આવા શબ્દો સાંભળી રાજકુમારી વિચાર કરવા લાગી“હું હવે મોટા સંકટમાં આવી પડી છું. તેથી બુદ્ધિથી કામ લીધા સિવાય આ સંકષ્ટથી બચી શકાય તેમ નથી. જેની પાસે બુધ્ધિ છે તેની પાસે બળ છે. બુદ્ધિ વગરને માણસ બળવાન હોય છતાં તે કેઈ કાર્યમાં ફતેહ મેળવી શકતું નથી. બુદ્ધિના પ્રતાપે સસલાએ સિંહને મારી નાંખ્યું હત” આમ મનમાં વિચાર કરી રાજકુમારી બેલી, “તમે ઘણું સારું બોલે છે. પરંતુ તમને એક મોટી આપત્તિ આવનારી છે. તમે મારી સાથે લગ્ન કર્યા વિના મને તમારે ઘેર લઈ જશે તે ત્યાંને રાજા મારું રૂપ જોઈ તમને મારી નાંખશે અને મને તેને ઘેર લઈ જશે તેથી મને તમારા ખેતરમાં રાખી તમે તમારે ઘેર જાવ અને ઉતાવળે વિવાહ માટેની વસ્તુઓ લાવી મારી સાથે લગ્ન કરી મને તમારે ઘેર લઈ જાવ. આમ કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થશે.”
રાજકન્યાના શબ્દો સાંભળી સિંહ ઘણે ખુશ થ. અને તેને ખેતર તરફ લઈ ગયે. રાજકન્યાને પિતાનું ખેતર બતાવતાં કહેવા લાગ્યું, “આ યુગધરી ખેતર છે, આ સંસારને જીવન આપનાર છે. આ વનક ખેતર છે. જેનાથી બધી જાતના કપડાં થાય છે. આ બીજું ચણકનું ખેતર છે. જે બધા માણસોને સંતોષ આપનાર છે.”
આ પ્રમાણે કહી દિવ્ય મને વેગ ઘેડે, રાજકુમારનાં વસ્ત્રો ને રાજકુમારીને ખેતરમાં મૂકી પિતે ફાટેલાં વસ્ત્રો પહેરી પિતાના ઘર તરફ ગયે.