Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
તલવાર સાથે ખપ્પર પાસે આવી કહ્યું, “ઓ પાપી ! તું જલદીથી તારા હાથમાં તલવાર લે. તે ચેરી, સ્ત્રહરણ વગેરે અધમ કૃત્ય કર્યા છે તેની શિક્ષા ભેગવ, આ તલવારથી તારું માથું કાપવામાં આવશે”
વિક્રમના શબ્દો સાંભળી ચોર દિમૂઢ થઈ ગયે ને મનમાં બે, “હું વગર વિચાર આને લઈ આવ્યું, તે અત્યારે શું કરશે ને શું નહિ કરે? મેં ક્રોધે થયેલા વાઘને પકડે છે, મેં સુખી થવા કૌવચને હાથ લગાડે છે.” ત્યારે રાજા વિચારે છે, “દેવીએ આ બળવાન ચેરનું મૃત્યુ કરવા માટે જે સૂચના કરી હતી તેને અમલ કર રહ્યો, તેને મારવાની આ તક છે. જે તે ગુફા બહાર નીકળી જશે તે તેને કેઈ મારી શકનાર નથી, તેથી અત્યારે જ તેને નાશ કરવો જોઈશે.” | વિક્રમ અને ચોર વિચાર કરી તલવારથી લઢવા તૈયાર થયા. લઢતાં લઢતાં વિકમે ચોરની તલવારના પોતાની તલવારથી ટુકડા કર્યા એટલે દેવીએ આપેલ તલવાર લઈ ચોર આવતે હતું, ત્યારે વિક્રમે અગ્નિશૈતાલને યાદ કર્યો તે સાથે જ અગ્નિશૈતાલ ત્યાં આવ્યો, વિકમને ખપ્પર જ્યારે મારવા આવતું હતું ત્યારે અનિતાલે તેના હાથમાંથી તલવાર પડાવી લઈ રાજાને આપી, એટલે ચોરે વાંકી ભ્રકુટી કરી પગપ્રહારે ધરતી કંપાવી. યમરાજ જેવા ચોરનું વતન જોઈ રાજા બેલ્યા, “રે દુષ્ટ ! તું આ તલવારથી અવંતી લેવાની ઈચ્છા કરતે હો કેમ?”