Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૧પ૩
નીકળી નીચે પડયું, રાજાએ અમૂલ્ય રત્ન જોયું ને જ્યારે ચગી આવ્યું. ત્યારે રાજાએ પૂછયું, “આ પ્રમાણે બીજેરામાં ગુપ્ત રીતે રન રાખી ભેટ શા કારણથી આપે છે ?
રાજા, દેવતા, ગુરુ, ઉપાધ્યાય, શિક્ષક અને વૈદ્ય આ બધા પાસે ખાલી હાથે જવું ન જોઈએ.” એગીએ કહ્યું, “ફળથી જ ફળની આશા રાખવી જોઈએ. મનુષ્યથી થતા ઉપકાર કલ્યાણકારી હોય છે, પરંતુ, સજ્જન વ્યક્તિ સાત્વિક પ્રાર્થનાની અવગણના કરતું નથી. આજ સંસારમાં પિતાનું, પિતાના પરિવારનું ભરણપોષણ કરનાર હજારે મુદ્ર વ્યક્તિઓ છે, પરંતુ પોપકાર એ જ પિતાને વાર્થ છે એવા સજજનેમાં અગ્રણી પુરુષ જ-ઉત્તમ પુરુષ કહેવાય છે. વડવાનલ કે જેની તૃષા ક્યારે પણ તૃપ્ત થતી નથી, તે તૃષા શાંત કરવા સમુદ્રના પાણીને પીએ છે, પરંતુ મેઘ તપેલા સંસારના સંતાપને નાશ કરવા સમુદ્રનું જળ પીએ છે, લક્ષ્મી સ્વભાવથી ચંચળ છે, તે પરેપકાર કરવામાં ઢીલ શાને ?”
યેગીના શબ્દો સાંભળી વિક્રમાદિત્યે પૂછ્યું, “તમારી ઈચ્છા શું છે તે મને કહે.”
“હે રાજન !” મેગી બે, “જગતમાં સાહસથી અસંભવિત કાર્ય સંભવિત થાય છે અને તેનાથી સુખ પ્રાપ્ત થાય છે.”
રામચંદ્રને લંકા પર વિજય મેળવવું હતું, તે વિજ્ય મેળવવાના કાર્યમાં વાંદરાઓની સેના હતી. અને એ સેનાના