Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
અને પાન વગેરે ઈનામમાં આપ્યું. આવું ઈનામ આપનાર વેપારીને જેઈ વેશ્યાઓ ખુશ થઈ ગઈ અને ફરીથી નૃત્ય કરવા લાગી. થડા સમય પછી વેપારીએ કહ્યું, “ફરીથી મદ્યપાન કરવા ઈચ્છા થાય છે?”
અમને આ પ્રકારનું મા ઘણું પ્રિય છે. વેસયાઓએ કહ્યું, એટલે વેપારીએ બેશુધ્ધ બનાવનાર ચૂર્ણ મધમાં ભેળવી વેશ્યાઓને પીવા આપ્યું. ઈચ્છાનુસાર મદ્ય પી ફરીથી એ વેશ્યાઓએ નૃત્ય કરવા માંડયું.
આ પ્રમાણે નૃત્ય કરતી વેશ્યાઓ છેડા સમય પછી બેશુધ્ધ થઈ જમીન પર પડી. મદિર પીવાથી માનવ ચેતના રહિત થઈ જાય છે, તે અવસ્થામાં કયારેક પિતાની જાતને નેકર તે કયારેક પિતાની જાતને શેઠ સમજે છે. તે અવસ્થામાં પોતાનું કે પારકાનું કાંઈ સમજતા નથી.
બેશુધ્ધ થયેલી વેશ્યાઓનાં બધાં કપડાં અને પિતે ઈનામમાં આપેલી વસ્તુઓ તેણે લઈ લીધી અને કૂવા પર રહેલા કેશના દોરડાથી તે નગ્ન વેશ્યાઓને બાંધી કૂવામાં ઊતારી દીધી, પછી તે પિતાને મુકામે ગયે ને લાવેલી વસ્તુઓ કાલી વેશ્યાને આપતાં બધી વાત કહી.
સવાર થતાં કૂવા પાસે આવેલા મહાદેવની પૂજા કરવા આવેલે પૂજારી કૂવામાંથી પાણી લેવા ગયે. કૂવામાં લટતું દેરડું ખેંચવા તેણે પ્રયત્ન કર્યો પણ ખેંચાયું નહિ તેથી તેણે કૂવામાં જોયું તે નગ્ન સ્ત્રીઓ દેખાઈ તે