Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૧૩૮ ગભરાતી વેશ્યાને આશ્વાસન આપતા ચોરે કહ્યું, “ડરવાની કઈ જરૂર નથી. હું એવી રીતે કામ કરીશ જેથી તમારું અને મારું કલ્યાણ થાય. તમારે આવા વિચારે કરવા ન જોઈએ. જે થવાનું છે તે થઈને જ રહે છે. દેવે પણ તેમાં ફેરફાર કરી શકતા નથી.”
કૂવામાં પડેલા રાજાએ ચારે તરફ બરાબર જોયું. પણ પથ્થર સિવાય કાંઈ જ મળ્યું નહિ. ત્યારે નવાઈ પામતા રાજા મનમાં વિચારવા લાગ્યા. “એ ચારે કૂવામાં પથ્થર નાખી મને કૂવામાં ઉતરવા ફરજ પાડી, હવે મારે શું કરવું? દરેક પ્રાણી પિતના કર્માનુસાર સુખ દુઃખ ભોગવે છે, આમ વિચારી દુઃખી થવું ન જોઈએ. તેથી બુદ્ધિશાળી માનવે દુઃખના સમયે ભાન ભૂલતા નથી.” આમ વિચારતા રાજા કેટલીયે મુશ્કેલીથી કૂવામાંથી બહાર આવ્યા તે તેમને પિતાને વસ્ત્રો અને ઘોડાને જે નહિ, તેથી મનમાં બોલ્યા, “એ કૂવામાં પથ્થર ફેંકી પ્રપંચ કરી મારાં વસ્ત્રાભૂષણ લઈ ચાલ્યા ગયે.” બોલતા રાજા ઠંડીથી ત્રાસ પામતા જેમ તેમ કરી પગે ચાલતા નગરદ્વાર પાસે આવ્યા ને દ્વારપાળને દ્વાર ઉઘાડવા કહ્યું, “દ્વાર ઊઘાડો, હું વિક્રમાદિત્ય છું.”
રાજા આ પ્રમાણે ફરી ફરીને કહેવા લાગ્યા. ત્યારે દ્વારપાળ ગુસ્સે થઈ બોલ્યા, “હે દુષ્ટ ! દુરાચારી! તું તારી જાતને રાજા કહી મને છેતરવા માગે છે. નગરમાં જવા માગે છે. તે ક્યારે પણ બનશે નહિ.”
“હે દ્વારપાળ !” રાજા બોલ્યા, “હું ચોર નથી.