Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પ્રકરણ વીસમું ... ... ... ... પિતાપુત્રનું મિલન
બીજે દિવસે વેશ્યાના ઘરમાં બેઠેલા દેવકુમારે પૂછયું, “શું નવાજૂની છે ? મંત્રીઓ શું કરી રહ્યા છે?”
ચેરના પ્રશ્નના જવાબમાં વેશ્યા કહેવા લાગી, “રાજાએ બધા મંત્રીઓને બોલાવી કહ્યું, “હું જ ત્રણ દિવસમાં ચેરને પકડીશ.”
“હે રાજન !” મંત્રીએ રાજાને કહેવા લાગ્યા. આ ચોર પૂરેપૂરે પ્રપંચી છે તે પકડાય તેમ નથી. તેથી આવી પ્રતિજ્ઞા ન કરો.”
રાજાએ કહ્યું, “જે કઈ તેને પકડવા જાય છે, તેની તે ચોર દુર્દશા કરે છે. આવી પરિસ્થિતિમાં હું બીજા કેઈને પકડવા કેવી રીતે કહું? એ ચોરને પકડવા હું જ નગરમાં ઘૂમીશ, જે તે પ્રપંચી ચોર મારાથી ન પકડાય તે મને તમે સજા કરજે.”
“એ શક્ય નથી. શાસ્ત્રમાં ક્યાંય આવી રીતે રાજાને સજા કરવાનું લખાયું નથી. મહારાજ ! આપને ચેરને