Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૧૧પ
બારણું ખખડાવું એટલે તરત જ બારણાં ઉઘાડજે. ધન મળે અથવા ન મળે, પણ ચોર તે રાતના ઘેર આવી જાય છે.”
વેશ્યાએ તેની વાત માન્ય કરો એટલે દેવકુમાર નિર્ભયપણે નગરમાં આર્ય થઈ ચાલ્યું. ને તે ભક્માત્ર હવે ત્યાં આવ્યું. જોયું તે ભક્માત્ર ઉદાસ થઈ ગયો છે તે જોયું. ભટ્ટમાત્રને ચોર પકડવા ભ્રમણ કરતાં આજે ત્રીજા દિવસને સંધ્યાકાળ થયે હતે.
રાત ઢળી રહી હતી. લેકો સૂઈ ગયા હતા ત્યારે દેવકુમાર ગામ બહાર પગને હેડમાં બંધ કરી નિર્ભયપણે બેઠો હતો.
ચોરની શોધમાં ફરતે ભક્માત્ર ત્યાં આવ્યું એટલે દેવકુમાર બે, “હે મહાબુધ્ધિવાન ! નમસ્તે ! ભક્માત્ર! આટલા ઉતાવળે ક્યાં જાવ છો? શું કામ છે ?”
પાછળથી આવતે અવાજ સાંભળી નવાઈ પામતે ભક્માત્ર દેવકુમાર હતા ત્યાં આ ને હેડમાં બંધ થયેલાને જોઈ પૂછ્યું. “તમે કોણ છે ? આ હેડમાં તમને કોણે પૂર્યા ?
શું કહું ?” દેવકુમાર બેલ્યા. મને નિરપરાધીને રાજાએ હેડમાં ઘાલે છે. હું કેટલું કષ્ટ સહન કરી રહ્યો છું તે તમે જોઈ શકે છે”
મેં મહારાજા સમક્ષ ચોરને પકડીશ તેવી પ્રતિજ્ઞા કરી છે.” ભટ્ટમાત્ર છે. “પરંતુ અત્યાર સુધી તેને પત્તો નથી. તે ક્યાં રહે છે તેની પણ ખબર નથી. તેથી હું