Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
રાજા સમક્ષ ઊભું કરી દઈશું. તેથી રાજા આપણા પર પ્રસન્ન થઈને ધન આપશે અને આપણે સુખી થઈશું. આમ વિચારી આ વેશ્યાઓએ ચોરને પકડવાનું જાહેર કર્યું આ સમાચાર સાંભળી રાજા અને મંત્રી ઘણા પ્રસન્ન થયા. વેશ્યાઓએ રાજા સમક્ષ આવી કહ્યું, “અમે આઠ દિવસમાં ચોરને પકડી લાવીશું. જે અમે ચોરને પકડી ન શકીએ તે ચરને કરવાની સજા અમને કરજે.”
વેશ્યાઓ બહુ હોંશિયાર હોય છે.” વેશ્યાઓના શબ્દ સાંભળી મંત્રીઓ બેલ્યા, “તે અસાધ્ય કાર્યને સાધ્ય કરી શકે છે. તે જરૂર ચોરને પકડી શકશે
મંત્રીઓના શબ્દો સાંભળતી વેશ્યાએ પિતાને મુકામે ગઈને ચરને કેવી રીતે પકડવો તેના વિચાર કરવા લાગી.
વેશ્યાઓ ચેરને પકડવાની છે તે સમાચાર નગરમાં ફેલાઈ ગયા. એટલે જે લેકે અને જેના છોકરાઓ વેશ્યાને ત્યાં જતા હતા તેઓને કહેવામાં આવતું “એ વેશ્યાઓને ભરેસે નહિ. કેઈને છેતરી “આ ચેર છે કહી રાજા આગળ ધરી દે તે દશા શું થાય? માટે ચેતતા રહેવું, કારણ કે વેશ્યાઓ પ્રપંચી-છેતરનારી હોય છે તેમના મનમાં શું હોય છે, તે કઈ જાણતું નથી તે બેલે છે શું? અને કરે છે શું ?” આવી વાતે નગરમાં જ્યાં ત્યાં થાય છે વેશ્યાએ કહ્યું, “હવે તમે અહીં રહી શકશે નહિ, તમે અહીં રહે છે એ વેશ્યાઓને કદાચ ખબર પડે તે મારી શું દશા થાય?”