Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
- ૧૦૨
સુવર્ણના મૂલ્યનાં વસ્ત્રાભૂષણની ભરેલી પેટા ચૂપચાપ ઉઠાવી ત્યાંથી અદૃશ્ય થઈ ગયે ને વેશ્યાને ત્યાં પહોંચે ત્યાં જઈ તેણે બારણું ખખડાવ્યું. વેશ્યાએ તેને આવેલ જાણી બારણાં ઉઘાડયાં. ઘરમાં જઈ દેવકુમારે વેશ્યાને વસાભૂષણ બતાવ્યાં, વેશ્યા તે આ જોઈ આશ્ચર્ય પામીને પૂછવા લાગી, “આ કેનાં વસ્ત્રાભૂષણે છે?” જવાબમાં ચેરે-દેવકુમારે કહ્યું, “આ વસ્ત્રાભૂષણ હું રાજમહેલમાંથી લાવ્યો છું.”
આ સાંભળી વેશ્યા વિચારવા લાગી, “આ નજર સામેની વસ્તુ ચરનાર ચાલાક-સાહસિક ચાર છે. તેણે રાજા અને રાણીનાં વસ્ત્રાભૂષણે ચર્યા, તેને બીજાની વસ્તુ ચોરવામાં શું મુશ્કેલી નડવાની હતી ?” વેશ્યા આમ વિચાર કરતી હતી ત્યારે ચારે કહ્યું, “વસ્ત્રાભૂષણથી ભરેલી આ પેટી અત્યારે તમે પ્રાણની જેમ યત્નપૂર્વક સંભાળજે. ફરીથી બીજીવાર આ નગરમાંથી જે ચોરી કરી લાવીશ તે તમને આપી દઈશ.” આ વાત સાંભળીને વેશ્યા બહુ રાજી થઈ કેમ કે જેટલે લાભ થાય છે તેટલે લેભ વધે છે. કેટી સુવર્ણથી પણ અસંતોષી રહે છે. બધા દેશોનું સ્થાન લેભ છે. મનુષ્ય તૃષ્ણા ત્યાગ કરી શકતું નથી. તેથી વેશ્યાએ ઘણું ધન મળશે તે આશાથી ખુશ થઈ ચેરને મદિરા વગેરે આપી પ્રસન્ન કર્યો. પછી ચાર ઘરની અંદર જઈ ધર્મધ્યાન કરવા લાગે.
સવાર થયું. મહારાજ વિક્રમાદિત્ય ઊઠયા તેમણે શયા