Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
જાળવવા મારી (બિલાડી) નામની દેવી રહે છે.”
નાવીના મઢેથી આ અદ્ભુત વૃત્તાંત સાંભળી વિક્રમાદિત્ય ગંભીરતાથી બોલ્યા, “હે મહાનુભાવ! તમે સાચું જ કહ્યું છે, માનવને તેનાં કર્માનુસાર રૂપને ઓછોવત્તે ભાવ જણાય છે.” કહી મહારાજે રાજભંડારમાંથી એક લક્ષ સેના મહેર મંત્રીને કહી મંગાવીને તે નાવીને આપવા લાગ્યા, ત્યારે તેણે સાત કોડ ના મહેરો પ્રગટ કરી, તે જોઈ મહારાજા મનમાં વિચારવા લાગ્યા, “આની આગળ હું શેડા ધનવાળા તથા જ્ઞાનશૂન્ય છું.”
મહારાજા આમ વિચારે છે ત્યાં તે નાવીએ દિવ્યકુંડલાદવાળું પોતાનું દેવસ્વરૂપ ધારણ કર્યું. તે જોઈ રાજા, મંત્રીઓ તથા સભામાં બેઠેલા બધા નવાઈ પામ્યા.
તમે કેણ છે ?” રાજાએ દિવ્ય સ્વરૂપમાં જણાયેલા દેવને પૂછ્યું, “અને તમે અહીં કેમ આવ્યા છો ? ”
હું સુંદર નામને દેવ છું.” દેવે કહ્યું, “હું દેવદર્શન માટે મેરુ પર્વત પર ગયે હતું. ત્યાં ભગવાન જિનેશ્વરનાં દર્શન કરી, અપ્સરાઓનાં નૃત્ય-ગાયનાદિ નારારંભ જોઈ મનુષ્યલક જોવા માટે હું પૃથ્વી પર આવ્યું. ને પ્રતિષ્ઠાનપુરમાં ફરી, મનહર ઉદ્યાનમાં સમય ગાળતી રાજકન્યા સુકેમલાને જોઈ અહીં આવે. તમારા સાહસ અને પરાક્રમથી હું પ્રસન્ન થયે છું. તમે મારી પાસે મનગમતું વરદાન માગે.”