Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પ૩
વાત કહી, તે સાંભળી તેમણે મને કહ્યું, · મારી આગળ તારે આવી વાત કયારે પણ કરવી નહિ.' મારા પતિના વચનો સાંભળી હું મૌન રહી. ને હુ મારાં કર્મોને દેષ દેતી બધું સહન કરતી, મારા દેવભવનું આયુષ્ય આમ ત્રાસમાં વીતાવવા લાગી, દિવસેા જતાં હું ત્યાંથી મરી પાંચમા ભવમાં મુકુન્દ નામના બ્રાહ્મણને ત્યાં તેની પ્રીતિમતી પત્નીના ગર્ભથી પુત્રી રૂપે જન્મી. મારે। જન્મોત્સવ ઉજવી મારું નામ મનેરમા રાખ્યું. હું દિનપ્રતિદિન ચંદ્રકળાની જેમ વયે વધવા લાગી, સાથે સાથે સર્વ કળા, વિદ્યા, ધર્મ વગેરે શાસ્ત્રોમાં પારગત થઈ.
ચોગ્ય વયમાં આવતાં શેષપુર નિવાસી દેવશર્મા નામના બ્રાહ્મણુ સાથે ધામધૂમથી મારાં લગ્ન કરવામાં આવ્યાં, હું સુખથી તેમની સાથે રહેતી હતી. મારા પતિ રાત્રીભોજન કરતા હતા, પાણીના પણ ખૂબ દુર્વ્યય કરતા હતા, જેનાથી ગંદકી થતી હતી, આથી હું તેમને સમજાવવા લાગી, ‘રાત્રી ભાજનથી, કંદમૂળના ભક્ષણથી, જીવહિંસાથી મનુષ્યની દુર્ગતિ થાય છે. કંદમૂળ અને રાત્રીભોજનનાં દોષ પુરાણાદિ ગ્રંથામાં પણ કહ્યા છે. રાત્રીભોજન, પરસ્ત્રીંગમન, શરાબનુ પાન અને બટાકા વગેરે ક ંદમૂળનું ભક્ષણ કરવું તે નનાં દ્વાર સમાન છે. માર્કડેયમુનિએ કહ્યું છે, ‘સૂર્યાસ્ત પછી જળ લાહી જેવુ અને ભાજન માંસ બરાબર ગણાય છે.'
આ પ્રમાણે કેટલાય દાખલા આપી મેં મારા પતિને