Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
પી કાચલ પીએની ની
દેવશર્મા નામને બ્રાહ્મણ થયે તે જન્મમાં મને મનેરમા નામની પત્ની મળી. તેણે પણ મારા પૂર્વભવની પત્નીઓની જેમ દુઃખ આપ્યું, છઠ્ઠા ભાવમાં મલયાચલ પર્વત પર હું પોપટ થયે, ત્યાં મને જે પિપટી મળી તે મારાથી ઉલટા વિચારવાળી-આળસુ હતી, તે ગર્ભવતી હતી, પ્રસવકાળ પાસે આવી રહ્યો હતો, ત્યારે મેં કહ્યું, “આપણે બંને મળી માળે બાંધીએ, પણ તેને મારી વાત સાંભળી નહિ, મેં એકલાએ જેમતેમ કરી એક ઝાડ પર માળો બાંધે. એ માત્રામાં તેણે બે બચ્ચાને જન્મ આપે, હું તેને અને બે બચ્ચાને ખાવાનું લાવી આપતિ, કેટલાક દિવસો પછી મેં તેને તેના માટે તેમજ બાળકો માટે આહારની શોધ કરવા કહ્યું, પણ તે આળસુ પિપટીએ સાંભળ્યું જ નહિ, થોડા દિવસ પછી એ વનમાં આગ લાગી, ઝાડેને બાળતી તે આગ મારા માળા પાસે આવવા લાગી, ત્યારે મેં પોપટીને કહ્યું, “ચાલ, આપણે એકએક બચ્ચે લઈ ઊડી જઈએ.” પણ તે કાંઈ બેલી નહિ, આગ અમારા માળા પાસે આવી ત્યારે તે ઊડી ગઈ. મેં બે બચ્ચાં સાથે ઊડવા પ્રયત્ન કર્યો પણ ઊડી શક્યો નહિ. હું આગમાં બચ્ચાં સાથે બળી મર્યો. હું પિપટના ભાવમાં શુભ ધ્યાનથી મરવાથી અમે ત્રણ જણ હું પિોપટ અને બચ્ચાં નર્તક વિદ્યાધર દેવ થયા, પણ એ દુષ્ટા પિપટીની શી ગતિ થઈ તે હું જાણતું નથી. મારા છએ ભમાં મેં મારી શક્તિ પ્રમાણે મારી સ્ત્રીઓની યાત્રા ભેજનાદિ ઇચ્છાઓ પૂર્ણ કરી પણ તે દુષ્ટાઓએ તેમને સ્વભાવ છોડે નહિ, ક્યારે પણ મારી આજ્ઞા માની મને સંતોષ આપે નહિ.”