Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
નહિ, તેથી તેઓ હું દેવ અથવા વિદ્યાધર છું. મનુષ્ય નથી, તેમ માનશે. જ્યારે મારી સ્ત્રી ગર્ભવતી થશે ત્યારે આપણે બે જણા અહીંથી ચાલ્યા જઈશું.” - રાજાએ કહ્યું એટલે ભટ્ટમાત્ર ઉતાવળે અવંતીનગરી તરફ જવા લાગ્ય, વિક્રમ અને અગ્નિતાલ ત્યાં જ રહ્યા. અગ્નિવૈતાલ રેજ એકાન્તમાં જમવાનું આપતે ને અદશ્ય થઈ જતે.
એક દિવસે શાલિવાહન રાજાએ વિક્રમને પૂછ્યું, “પેલા બે દેવ ક્યાં ગયા?”
તે બંને કીડા કરવા ક્યાંક ગયા હશે.” વિકમે કહ્યું, પછી શાલિવાહને ભોજન માટે બોલાવ્યા, ત્યારે વિકમે કહ્યું, “હે રાજન ! ક્યારે પણ અન્ન ખાતે નથી. પરંતુ મનુષ્ય સારાં ફળફૂલ જે નૈવેદ્ય ધરાવે છે તે હું ગ્રહણ કરું છું.”
વિક્રમના શબ્દો સાંભળી શાલિવાહન સારાં સારાં ફળ, ફૂલ, વગેરેનું નૈવેદ્ય વિકમને ધરવાલા, અને મનમાં વિચારવા લાગે, “આ મારા જમાઈ પ્રત્યેકને માટે વંદનીય છે. આ વરથી મારી પુત્રી સુખી થશે. વરની યેગ્યતા માટે કુળ, શીલ, લેકેને પ્રેમ, વિદ્યા, ધન, શરીર અને અવસ્થા આ સાત ગુણ જેવા જોઈએ. આ ગુણ જોઈ પુત્રીને પરણાવ્યા પછી તેને ભાગ્યમાં જે હોય તે થાય.
તે કઈ કારણથી પિતાનું કુળ અને નામ જણાવતા નથી. પરંતુ આમનું સ્વરૂપ, વચન અને ગતિથી તે કઈ