Book Title: Samvat Pravartak Raja Vikram
Author(s): Niranjanvijay, Krushnaprasad Bhatt
Publisher: Nemi Amrut Khanti Niranjan Granthmala
View full book text
________________
૭૯
કરી દીધું ને બેલી, “હવે તમારા બંનેમાંથી જે કઈ બહાર નીકળી મારા હાથને અડકશે, તે શેઠના ઘરને માલિક થશે અને જે નહિ નીકળે તે સજાને પાત્ર થશે.”
વેશ્યાનાં આવાં વચને સાંભળી પિશાચ-કપટી ગુણસાર દેવમાયાથી એ ઘરમાંથી નીકળી પ્રસન્ન ચિત્તે તે વેશ્યા પાસે આ ને વેશ્યાના હાથને અડધે, ત્યારે વેશ્યાએ તેને ઓળખવા માટે નિશાન કરી લીધું. સાચે ગુણસાર બંધ ઘરમાંથી બહાર ન આવ્યું, એટલે વેશ્યાએ મનમાં નક્કી કર્યું, “ઘરમાંથી જે બહાર આવ્યું છે તે કપટી છે. મનુષ્ય હોય તે બંધ ઘરમાંથી બહાર આવી શકે નહિ. માટે એ જ કપટી છે.” પછી સાચા ગુણસારને ઘરમાંથી બહાર કાઢી રાજા પાસે આવી, સાચા ગુણસારને ઓળખાવ્યું, રાજાએ સાચા ગુણસારને ઘેર મેકર્યો ને કપટીને કાઢી મૂક્યું.
પિશાચથી રૂપવતીને ગર્ભ રહ્યો હતો, પણ તે ગર્ભ ભયંકર હોવાથી પૃથ્વી ઉપર પડી ગયે. આથી ‘મારી મશ્કરી થશે.” તેવું વિચારી તે પડેલા ગર્ભને રૂપવતીએ ખપ્પરમાં મૂકી, ગુપ્ત રીતે નગર બહાર બાગમાં મૂકી આવી, તે વખતે ચામુંડાદેવી વિમાનમાં બેસી ત્યાંથી જઈ રહી હતી, તેનું વિમાન એકાએક આગળ વધતું અટકી ગયું. દેવી ચામુંડા આથી વિચારમાં પડી ગઈ, ને બોલી, “મારા વિમાનને કણ અટકાવી રહ્યું છે? મારું વિમાન એકાએક કેમ અટકી ગયું ?” બેલતી દેવી ચોતરફ જોવા લાગી, જતાં જતાં તેની દષ્ટિએ ખપ્પરમાં રહેલે ગર્ભ જણાય. એટલે દેવીને લાગ્યું, “આ ગર્ભના પ્રભાવે