________________
પ્રતિપૃચ્છા સામાચારી
धनताज्ञानमपोद्योत्तरविधिवाक्यजन्येष्टसाधनताज्ञानद्वारा तयैव तत्रेच्छाप्रवृत्त्यादिक्रमेण प्रतिप्रच्छकस्य कार्यजननसंभवादिति ।
चन्द्र.
प्रतिपृच्छाकरणे प्रकारान्तरं मन्यमानानां केषाञ्चिदाचार्याणां मतं प्रतिपादयति । उपस्थिते= अव्यवहितसामग्रीके= विकृतिभक्षणादिरूपस्य निवारितकार्यस्योत्पादिका या ग्लानत्वबृहत्तपःकरणादिरूपा सामग्री, तस्यामुपस्थितायां इति भावः ।
-
ननु गुरुणा प्राक् विकृतिभक्षणं निषिद्धं । ततश्च 'विकृतिभक्षणं मदनिष्टसाधनं' इति शिष्यस्य ज्ञानं भवति। एवं च पश्चादपि तत्र प्रवृत्तिः कथं भवेत् ? यतः यद् अनिष्टसाधनं, तत्र न कोऽपि प्रवृत्तिं विदधातीत्यत आह पूर्वनिषेधवाक्येन="साधूभिः दुग्धादिविकृतयः न भक्षणीयाः" इति प्राक्कथितेन निषेधवाक्येन जनितं अनिष्टसाधनताज्ञानं=उत्पन्नं "इदं विकृतिभक्षणं दुर्गत्यादिस्वरूपानिष्टसाधनम् " इति ज्ञानं अपोद्य = दूरीकृत्य उत्तरविधिवाक्यजन्येष्टसाधनताज्ञानद्वारा=ग्लानत्वादिकारणे सति प्रतिपृच्छायां कृतायां सत्यां तदुत्तरकाले 'हे साधो ! त्वयाऽद्य विकृतिभक्षणं करणीयम्" इति गुरुणा कथितं यद् विधिवाक्यं । तज्जन्यं यद् "इदं अद्य कालीनं विकृतिभक्षणं संयमपोषणादिस्वरूपस्य मदिष्टस्य साधनं" इति ज्ञानं, तद्द्वारा । तयैव = प्रतिपृच्छयैव तत्र विकृतिभक्षणे इच्छाप्रवृत्यादिक्रमेण = प्रथमं विकृतिभक्षणस्येच्छा भवति, तदनन्तरं प्रवृत्तिः इत्येवंक्रमेण प्रतिप्रच्छकस्य = शिष्यस्य कार्यजननसंभवात् = विकृतिभक्षणात्मकस्य कार्यस्योत्पादनात् । एषः अक्षरार्थः । वाक्यान्वयस्त्वेवम् । तयैव = प्रतिपृच्छयैव पूर्वनिषेधवाक्येन जनितमनिष्टसाधनताज्ञानमपोद्य उत्तरविधिवाक्यजन्येष्टसाधनताज्ञानद्वारा तत्रेच्छाप्रवृत्यादिक्रमेण प्रतिप्रच्छकस्य कार्यजननसंभवादिति ।
भावार्थस्त्वयम्-शिष्येण यदा प्रतिपृच्छा क्रियते । तदा गुरुः पूर्वं निषिद्धमपि कार्यं योग्यं ज्ञात्वाऽनुमन्यते। ततश्च शिष्यस्य “तत्कार्यं अनिष्टसाधनं" इति प्राचीनं ज्ञानं अपगच्छति ।" तत्कार्यं मदिष्टसाधनं" इति नूतनं ज्ञानं समुत्पद्यते । तेन च तस्य तस्मिन् कार्ये इच्छा प्रवृत्तिश्च भवतीति ।
બીજા આચાર્યો વળી આ પ્રમાણે કહે છે કે “પહેલા ગુરુએ જે કામ ક૨વાની સ્પષ્ટ ના પાડી હોય, તે જ કામ કરવું પડે એવી પરિસ્થિતિ રચાય એટલે કે તે કામને ઉત્પન્ન કરનારી કારણસામગ્રી નજીકમાં આવી પહોંચે ત્યારે પ્રતિપૃચ્છા કરવી પડે. (દા.ત. આધાકર્મીનો સખત નિષેધ ગુરુએ કર્યો અને કમળો-મેલેરિયા જેવા રોગો આધાકર્મી વપરાવવા માટે મજબૂર કરનારા ઉત્પન્ન થયા. ત્યારે ગુરુને પ્રતિપૃચ્છા કરવી પડે.)
(શિષ્ય : ગુરુએ પૂર્વે એ વાતની ના પાડી છે. એટલે શિષ્યને તો એમ જ મનમાં છે કે “આ કામ મારા માટે અનિષ્ટનું સાધન છે”. તો આ વાત જાણ્યા બાદ શી રીતે શિષ્ય અનિષ્ટસાધનભૂત કામમાં પ્રવૃત્તિ કરી શકે?)
ગુરુ : શિષ્ય જ્યારે પૂર્વે નિષેધ કરાયેલા આધાકર્માદિ માટે યોગ્ય અવસરે પ્રતિપૃચ્છા કરે ત્યારે ગુરુ એને રજા આપે કે “આવી પરિસ્થિતિમાં તારે આધાકર્મી વાપરવું.” એટલે પહેલા ગુરુએ જે નિષેધવાક્ય ઉચ્ચારેલું કે “આધાકર્મી ન વાપરવું” એ વાક્ય દ્વારા શિષ્યને એવું જ્ઞાન થયેલું ખરું કે “આધાકર્મી એ અનિષ્ટનું સાધન છે” પરંતુ અત્યારે ગુરુએ જે વિધિવાક્ય=અનુમતિવાક્ય ઉચ્ચાર્યું. એના કારણે એ અનિષ્ટ સાધનતાનું જ્ઞાન દૂર થઈ જાય અને “અત્યારે આધાકર્મી મારા ઈષ્ટનું સાધન છે” એવું જ્ઞાન ઉત્પન્ન થાય. આ બધું પ્રતિપૃચ્છા કરવાથી થાય છે. એટલે એમ કહેવાય કે પ્રતિપૃચ્છા પૂર્વવાક્ય વડે ઉત્પન્ન થયેલા અનિષ્ટસાધનતાના જ્ઞાનને
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – चन्द्रशेजरीया टीडी + विवेचन सहित 0.33.