________________
ઉપસંપદ સામાચારી
-
चन्द्र. – समाधत्ते – यथावस्थितमङ्गलोपयोगस्यैव = सम्यक् मङ्गलज्ञानस्यैवेति भावः । न तु अमङ्गले मङ्गलज्ञानस्य मिथ्याज्ञानरूपस्येति एवकारार्थः मङ्गलकार्यक्षमत्वात्=मङ्गलकार्यजनकत्वात् । अमङ्गले मङ्गलज्ञानं च न सम्यग्मङ्गलज्ञानमिति तत्र कारणाभावादेव न मङ्गलकार्यापत्तिरिति । निश्चयनयसर्वस्वम्= પરમાર્થ:। .
अमङ्गलज्ञानसामान्यं मिथ्यारूपं सम्यग्रूपं वा अमङ्गलकार्यकारि । मङ्गलज्ञानं तु सम्यग्ज्ञानरूपमेव मङ्गलकार्यकारि इति निष्कर्ष: । व्यवस्थितं चेदं = प्रसिद्धं चेदं तत्त्वं । सुपरीक्षितं च = सूक्ष्मयुक्तिभिः स्पष्टीकृतं
ન ।
ગુરુ : યથાવસ્થિત=સાચો એવો જ મંગલોપયોગ મંગલનું કાર્ય કરવા માટે સમર્થ છે. એટલે કે મંગલમાં થયેલી મંગલની બુદ્ધિ જ વિઘ્નક્ષયાદિ ક૨વા માટે સમર્થ બને છે અને માટે અમંગલમાં મંગલબુદ્ધિથી વિઘ્નક્ષયાદિ થવાની આપત્તિ આવતી નથી.
આ નિશ્ચયનયનું સર્વસ્વ છે. એટલે કે વ્યવહાર ભલે એમ માને કે સ્વસ્તિક કુંભ, દધિ વગેરે મંગલો વિઘ્નનાશક છે. પણ હકીકત એ છે કે કોઈપણ મંગલ સ્વયં વિઘ્નનાશક નથી બનતું. પરંતુ મંગલમાં મંગલની બુદ્ધિ જ વિઘ્નનાશક બની શકે છે.
આ આખો પદાર્થ વિશેષાવશ્યક વગેરેમાં સિદ્ધ કરાયો છે. અને અમે અમારા જ બતાવેલા દ્રવ્યાલોકવિવરણ ગ્રન્થમાં આ પદાર્થની સારી રીતે પરીક્ષા કરી છે એટલે કે વિસ્તૃત ચર્ચા ક૨વાપૂર્વક એ પદાર્થને સ્થિર કર્યો છે. એટલે વિસ્તાર થઈ જવાના ભયથી અમે અહીં આ પદાર્થ લંબાણથી લખતા નથી.
યશો. नन्वेवं ग्रन्थकारकृतादेव मङ्गलात् श्रोतॄणामप्यनुषङ्गतो मङ्गलसंभवात् पुनः किं तदर्थककायोत्सर्गकरणेन ? इति चेत् ?
-
વન્દ્ર.
पुनः शङ्कते ननु एवं = शास्त्रे मङ्गलत्वबुद्धिजननार्थं पृथक्मङ्गलं यदि क्रियते, तर्हि ग्रन्थकारकृतादेव यत्शास्त्रं पठितुं आरब्धं, तत्शास्त्रकर्तृणा शास्त्रारम्भे यः मङ्गलरूपः श्लोकः प्रतिपाद्यते, तादृशश्लोकरूपादेव मङ्गलात् श्रोतॄणामपि = न केवलं श्लोकं पठितुः वाचनाचार्यस्यैव, किन्तु श्रोतॄणामपि अनुषङ्गतो=गौणवृत्या | वाचनाचार्यो हि साक्षाद् मङ्गलं करोतीति तस्य तु तत्प्रधानतया मङ्गलं भवत्येव । श्रोतारश्च तत्श्लोकं श्रुत्वैव मङ्गलं प्राप्नुवन्तीति । तदर्थककायोत्सर्गकरणेन मङ्गलमेव अर्थः = प्रयोजनं यस्य, तादृशः यो मङ्गलार्थककायोत्सर्गः, तस्य करणेन किं प्रयोजनं ? इति ।
-
શિષ્ય : ‘વિઘ્નક્ષય માટે શાસ્ત્રરૂપી મંગલમાં મંગલત્વની બુદ્ધિ આવશ્યક છે” એ વાત તમે કરી. પણ એ મંગલત્વની બુદ્ધિ કરવા માટે કાયોત્સર્ગ કરવાની કોઈ જ જરૂર નથી. ગ્રન્થકાર શાસ્ત્રની શરુઆતમાં જ મંગલ કરે જ છે ને ? એ ગ્રન્થકારે કરેલા ઈષ્ટદેવતા વંદનાદિ રૂપ મંગલ દ્વારા જ શ્રોતાઓને પણ મંગલત્વની બુદ્ધિ થઈ જાય અને એટલે ગ્રન્થકારને મુખ્ય મંગલની પ્રાપ્તિ થાય અને શ્રોતાને ગૌણ રૂપે મંગલ થઈ જાય. તો હવે એ મંગલ માટે કાયોત્સર્ગ કરવાનું શું કામ?
મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૧૫