________________
EES ઉપસંપદ સામાચારી
પૂર્ણ થઈ ગયું છે.” એ પછી પણ જો એ ત્યાં રહેવા ઈચ્છે તો સારું. પણ એ ત્યાં ન રહેવા ઈચ્છતો હોય તો પછી આચાર્ય પણ એનો ત્યાગ કરે.)
ઉપસંપદ અંગેનો આ બધો વિવેક (=વિભાગીકરણ) બતાવી દીધો ।।૯૬।।
यशो.
-
उक्त साधूपसंपत्, अथ गृहस्थोसंपदमाह
खणमवि मुणीण कप्पइ णेव अदिन्नोग्गहस्स परिभोगो । इयराजोगे गेज्झो अवग्गहो देवयाए वि ॥९७॥
चन्द्र. - साधूपसंपत्= " साधूनां निश्रा केन प्रकारेण गृह्यते" इति कथितं । अधुना “साधवः गृहस्थानां उपसंपदं केन प्रकारेण स्वीकुर्वन्ति ? इत्येतदाह क्षणमपि साधूनां अदत्तावग्रहस्य परिभोगः नैव कल्पते। इतरायोगे देवताया अपि अवग्रहः ग्राह्यः ← इति गाथार्थः ।
સાધુ સંબંધી ઉપસંપદ કહેવાઈ ગઈ. હવે સાધુઓ ગૃહસ્થોની જે ઉપસંપદ સ્વીકારે છે એને બતાવે છે ગાથાર્થ : ક્ષણ માત્ર પણ સાધુઓને બીજાઓએ નહિ આપેલા અવગ્રહનો ઉપભોગ કલ્પતો નથી. બીજા ગૃહસ્થનો યોગ ન હોય તો દેવતાનો પણ અવગ્રહ ગ્રહણ કરવો.
यशो - खणमवित्ति । क्षणमपि मुनीनामदत्तावग्रहस्य परिभोगस्तत्र स्थानोपवेशनादिरूपो न कल्पते, तृतीयव्रतातिक्रमप्रसंगात् । तदुक्तम् -
-
इत्तरियंपि न कप्पइ अविदिन्नं खलु परोग्गहाइसु । चिट्ठित्तु णिसीइत्तु य तइयव्वयरक्खणट्ठाए || ( आव० नि० ७२१ ) इति । एवं च भिक्षाटनादावपि व्याघातः संभवेत् । क्वचित्स्थातुकामेन स्वामिनमनुज्ञाप्य विधिना स्थातव्यम् ।
-
चन्द्र. क्षणमपि इत्यादि । अदत्तावग्रहस्य = अवग्रहः = उपाश्रयगृहवृक्षादिप्रदेशः, स्वामिना अदत्तो योऽवग्रहः, तस्य परिभोगः = स्थानोपवेशनगोचरीभक्षणस्वपनाद्यर्थं सेवनं । कथं तत्र तन्न कल्पते ? इत्याह तृतीयव्रतेत्यादि । स्वामिनाऽदत्तस्यावग्रहस्य परिभोगे अदत्तादानविरमणात्मकस्य तृतीयव्रतस्यातिक्रमः स्फुट एव । व्याघातः = वृष्टिपरिश्रमादिभिः कुत्रचित्स्थातुं आवश्यकं भवेदिति भावः ।
ટીકાર્થ : ગૃહસ્થોએ સાધુઓને જે સ્થાન વાપરવાની અનુમતિ ન આપી હોય એ સ્થાનમાં ઉભા રહેવું, બેસવું વિગેરે સાધુઓને ન કલ્પે. કેમકે એમાં અદત્તાદાન વિરમણ મહાવ્રતનો અતિક્રમ ઉલ્લંઘન થાય છે. आव.नि.मां धुंछेडे →>> થોડોક પણ કાળ બીજાની જગ્યા વિગેરેમાં ઉભા રહેવું કે બેસવું વિગેરે એ ત્રીજાવ્રતનું રક્ષણ કરવા કાજે સાધુઓને કલ્પતું નથી.
જ્યારે આ હકીકત છે ત્યારે હવે ગોચરીચર્યાદિમાં પણ વરસાદ વિગેરેને લીધે સાધુને વ્યાઘાત-અંતરાય થાય અને ક્યાંક સ્થાનાદિ કરવા પડે તો પછી એ વખતે ક્યાંક ઉભા રહેવાની ઈચ્છાવાળા સાધુએ તે સ્થાનના માલિકની રજા લઈને વિધિપૂર્વક ઉભા રહેવું.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ -
=
ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૭ ૧૫૦