Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 244
________________ હ CEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE g છંદના સામાચારી છે જ સારી વસ્તુઓ લાવી સંયમી આવ્યો. અને ગ્લાનાદિએ વાપરી. પણ કોઈએ એ સંયમીની એક અક્ષર પણ આ અનુમોદના ન કરી. હવે આ વખતે જો એ સંયમીને દુઃખ થાય, ઓછું-ઓછું લાગે તો નક્કી માનવું કે એના હું મનમાં યશકીર્તિની ભુખ હતી. છે એમ જે માંદો સંયમી એમ બોલે કે “પેલો સંયમી માંદો હતો ત્યારે મેં એની પુષ્કળ સેવા-ભક્તિ જ આજે હું માંદો છું તો એ મારી સેવા નથી કરતો. તદ્દન સ્વાર્થી છે. કૃતઘ્ન છે.” આમ એ સંયમી પ્રત્યે છે જ અસદૂભાવને ધારણ કરે તો સમજી લેવું કે પહેલા માંદાની સેવા કરતી વખતે આ સાધુના મનમાં ઊંડે ઊંડે જ પોતાની માંદગી વખતે પેલો મારી સેવા કરશે.” એવી ઈચ્છા હતી જ. જો આવું ન હોત તો અત્યારે એ માંદો છે સંયમી સંક્લેશ ન પામત, ક્રોધ ન કરત. સંપૂર્ણ સમાધિમાં રહેત. એટલું જ નહિ દશ દિવસ બાદ પાછો પેલો છે સામેવાળો સંયમી માંદો પડે. તો આ હમણાનો માંદો સંયમી ત્યારે સાજો હોય તો પહેલાની જેમ એટલા જ છે હું ઉમળકાથી પાછી સેવા-ભક્તિ કરે જ. છે પણ આવા સંયમી ખૂબ ઓછા જોવા મળે છે. એટલે જ માનવું પડે કે સાચી આત્મકલ્યાણની ભાવના 8 જાગવી એ ખૂબ ખૂબ ખૂબ જ દુર્લભ છે. એમ એક સંયમી બીજા ગ્લાનાદિની ભક્તિ કરે અને એ પછી ગ્લાનાદિ આ સંયમી અંગે ગુરુને કોઈક ફરિયાદ કરે. દા.ત. “એ ખૂબ સ્વાર્થી છે. અથવા પ્રમાદી છે અથવા નિષ્ઠુર છે.” અને એ વાતની પેલા ભક્તિ જ કરનારા સંયમીને ખબર પડે અને પછી જો એને મનમાં એમ થાય કે “મેં આટલી બધી ભક્તિ કરી છતાં એ છે મારા વિશે ગુરને ફરિયાદ કરી આવ્યો. આટલી બધી કૃતજ્ઞતા ! આવાઓની તો હવે સેવા જ ન કરવી.” છે તો માનવું જ પડે કે આ સંયમીને ભક્તિ કરતી વખતે ઉડે ઉડે આવા મલિન વિચારો હતા જ કે “મારી ભક્તિ છે શ પામીને પેલો સાધુ મારી ફરિયાદ વગેરે કરતો બંધ થાય.” ઓ મોહરાજ ! તારી આ બધી કુટિલ નીતિઓને તો કોણ સમજી શકે ? શિષ્ય : ભક્તિ-છંદના કરનારે કેવા ભાવ રાખવા અને કેવા ન રાખવા એ વાત તો આપે જણાવી દીધી. પણ જે બક્તિ લેનારો છે એને તો દોષ જ લાગે ને ? એ શા માટે પોતાની ગોચરી જાતે નથી લાવતો ? બીજાની છે ભક્તિ સ્વીકારનારો સંયમી પોતાનું વીર્ય છતી શક્તિએ ફોરવતો ન હોવાથી વીતરાય કર્મ બાંધશે. ભક્તિ 8 કરનાર તરશે પણ ભક્તિ લેનાર તો ડુબશે જ ને? જિનશાસનમાં શું આવી વસ્તુની રજા હોઈ શકે કે જેમાં એકનું હિત અને બીજાનું અહિત થતું હોય? 8 ગુરુઃ ભક્તિ લેનારો પણ નીચે પ્રમાણેના શુભભાવો પૂર્વક ભક્તિ સ્વીકારે તો તો એને પણ પુષ્કળ કર્મક્ષય છે જ થાય. (૧) ગુરુ-વડીલ-રત્નાધિક સાધુ પોતાની ગોચરી વગેરે લાવવા સમર્થ હોય છતાં એ જુએ કે “સાથેના છે સાધુઓનો, વડીલોની=અમારી ભક્તિ કરવાનો તીવ્ર ઉલ્લાસ છે. એ ઉલ્લાસથી એના આત્માને પુષ્કળ છે નિર્જરાની પ્રાપ્તિ થશે.” તો તેઓ એને ભક્તિ કરવા જ દે. એની ભક્તિ સ્વીકારે. આમાં શેઠાઈ ભોગવવાનો, જ જલસા કરવાનો, શિષ્યાદિને નોકરની જેમ કામ કરાવવાનો લેશ પણ ભાવ ન હોય, એકાંતે એમના હિતની છે T બુદ્ધિ હોય તો એ ગુવદિને ભક્તિનો સ્વીકાર કરવામાં કોઈ દોષ નથી. 8 અરે ! સામાન્ય સંયમીઓ પણ આવી જ ભાવનાથી બીજા સંયમીની ભક્તિનો સ્વીકાર કરી શકે છે. દા.ત. સંઘમાં સ્વામિવત્સલ્ય હોય એ જ દિવસે કોઈક સંયમીનો દીક્ષાદિવસ આવે તો એને આખા ગચ્છની ભક્તિ 8 શું કરવાનું મન થાય. ખૂબ-ખૂબ ઉલ્લાસ સાથે બધાની ગોચરી પોતે લાવે. તો આવા વખતે ગચ્છના સાધુઓ “અમે છે તમારી ગોચરી નહિ વાપરીએ. અમને વિયતરાય બંધાય” આવું બોલે એ ઉચિત ન જ ગણાય. તેઓ Bapa Sapna Bapa Sannyp553533355555555555555555555555tt Estistic tttttttttttt. 55555555555555 સંચમ રંગ લાગ્યો - છંદના સામાચારી , ૨૩૯

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278