________________
ઉપસંપર્ સામાચારી
શંકા થઈ શકે છે. એટલે આ બધા કારણોસર માત્રાનો પ્યાલો મુકવો જરૂરી છે.
એમ કફના દર્દી ગુરુને દર પાંચ-દશ મિનિટે કફ-શર્દી નીકળ્યા જ કરે એવું પણ જોવા મળે છે. એટલે એવા ગુરુ માટે કફનો પ્યાલો, શર્દીનો પ્યાલો જરૂર મુકવો પડે.
શિષ્ય : પણ ‘જેને વારંવાર માત્રુ જવું પડે' એવો વિચિત્ર રોગ હોય. જેને ઘણો કફ થઈ ગયેલો હોય એ ગુરુએ વાચના આપવાની જ શી જરૂર છે ? શાંતિથી બીજી આરાધના કર્યા કરે તો શું વાંધો ?
ગુરુ : શાસ્ત્રકારો આ જ સૂચવવા માંગે છે કે “અમે ગુરુ માટે બે પ્યાલા મુકવાનું કહ્યું છે. એનાથી હે ગુરુઓ ! તમે સમજજો કે આવી રોગિષ્ઠ અવસ્થામાં પણ વાચના આપવા રૂપ તમારું કર્તવ્ય તમારે બજાવવાનું છે. રોગ થયો હોવાના સાચા બહાના હેઠળ પણ વાચના બંધ કરવાની નથી. શિષ્યોને જે માટે દીક્ષા આપી છે. એ એમનું આત્મહિત વાચના વિના શક્ય નથી. એમને ગોચરી વપરાવવી, મીઠાં શબ્દોથી બોલાવવા એ બધું તો સંસારના માતાપિતાઓ પણ કરતા હતા. એનાથી આત્મકલ્યાણ નથી થતું. એ માટે તો એમને રીતસર શાસ્ત્રીય પદાર્થોની વાચના જ આપવી પડે. એ વિના એમનું આત્મહિત ન થાય.
હા ! ગુરુ બોલી જ ન શકે એવી પરિસ્થિતિમાં હોય. ૧૦૩-૧૦૪ ડીગ્રી તાવ હોય. જીભને લકવો થઈ ગયો હોય તો તો એ વાચના ન આપે એ બરાબર. પણ જ્યાં સુધી બીજી બધી મુશ્કેલીઓ વચ્ચે પણ બોલવા જેટલી શક્તિ બચી હોય તો ત્યાં એમણે એ શક્તિ ફો૨વવી જ જોઈએ.
બાકી જો આટલી શક્તિ પણ નહિ ફોરવે અને વાચના નહિ આપે. તો એટલો એમણે શક્તિનો સદુપયોગ બંધ કરેલો ગણાશે. એમાં નુકશાન એ ગુરુને જ છે. એટલે “શિષ્યોના હિત માટે વાચના આપવી” એ વાત બાજુ પર રાખો તો ય ગુરુ જો વાચનાશક્તિ હોવા છતાં વાચના ન આપે તો શક્તિનિગ્રહન કરનારા બને અને પોતાનું જ અહિત કરનારા બને. એટલે ગુરુએ પોતાના હિત માટે પણ જેટલી શક્તિ હોય એ શક્તિને છૂપાવ્યા વિના વાચના આપવી જ જોઈએ.
શિષ્ય : શક્તિનિગૂહન કરે તો ય શું વાંધો ? એમાં ખરાબ કામ ક્યાં કર્યું છે ?
ગુરુ : શક્તિનિગૃહન એ જ મોટું ખરાબ કામ છે. મહોપાધ્યાયજી લખે છે કે શક્તિનિગૃહનં વિના યતમાનઃ એવ યતિઃ ઉચ્યતે । શક્તિનિગૃહન વિના પ્રયત્ન કરનાર સાધુ એ જ સાચો સાધુ કહેવાય. નહિ તો એ સાચો સાધુ ન કહેવાય. જેમ જેમ શક્તિનિગ્રહન વધે તેમ તેમ આત્મા સંયમધર્મથી= સંયમપરિણામથી વધુ ને વધુ દૂર થતો જાય.
ઉપાધ્યાયજી મહારાજે આ પંક્તિ લખવા દ્વારા ઘણા બધા રહસ્યો આપણી સામે પ્રગટ કર્યા છે. અત્યંત આશ્વાસનદાયક આ પંક્તિ છે.
શિષ્ય : મને તો આમાં રહસ્યો કે આશ્વાસન જેવું કંઈ દેખાતું નથી.
ગુરુ : સાંભળ. ઘણા સંયમીઓને એવા વિચારો આવતા હોય છે કે, “પૂર્વના કાળના સાધુઓ તો ઘોર તપ કરતા, આપણે તો રોજ વાપરીએ છીએ. રે ! નવકારશી કરીએ છીએ. આપણે શી રીતે સાધુ કહેવાઈએ ?
પૂર્વના કાળના સંયમીઓ ૧૦૨૪ ભાંગાઓથી શુદ્ધ, નિર્દોષ સ્થંડિલભૂમિમાં ઠલ્લે જતા. આપણે તો પુષ્કળ વિરાધનાઓવાળી ભૂમિમાં જઈએ છીએ. રે ! ક્યારેક તો વાડાનો જ ઉપયોગ કરવો પડે છે. આપણે શી રીતે સાધુ કહેવાઈએ ?''
“પૂર્વના કાળના સંયમીઓ વર્ષે એકવાર કાપ કાઢતા. આપણે તો મહિને, પંદર દિવસે કાપ કાઢીએ છીએ. આપણે શી રીતે સંયમી ?”
સંયમ રંગ લાગ્યો - ઉપસંપર્ સામાચારી ૦ ૨૫૭